શેરબજારની રેકોર્ડ બ્રેક શરૂઆત, નિફ્ટી 25000 ને પાર અને સેન્સેક્સ પ્રથમ વખત 82000 ને પાર
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ યથાવત્ જોવા મળી રહી છે. સેન્સેક્સ પહેલીવાર 82000ની સપાટી ક્ર

શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ યથાવત્ જોવા મળી રહી છે. સેન્સેક્સ પહેલીવાર 82000ની સપાટી ક્રોસ કરીને નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. આજે શેરબજારની શરૂઆતમાં જ સેન્સેક્સ 82129ની સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ પહેલીવાર 25000ની સપાટીને કૂદાવી જતાં 25078ની સપાટીને સ્પર્શી ગઇ હતી.
શેરબજારમાં પ્રિ ઓપનિંગ સેશન સાથે જ સેન્સેક્સમાં આજે 387 પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો હતો. જેની સાથે સેન્સેક્સ 82129 ની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીએ પણ 121 પોઈન્ટના ઉછાળા સાથે 25073ના લેવલને સ્પર્શ કર્યું હતું. નિફ્ટી પહેલીવાર 25000ની સપાટી કૂદાવી ગઈ છે.




