બજેટ સપ્તાહની ખરાબ શરૂઆત, સોમવારે બજાર ખૂલતાં જ રોકાણકારોએ ગુમાવ્યા 8 લાખ કરોડ રૂપિયા
શેરબજારમાં મોટાપાયે વેચવાલીના પગલે સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટી પણ 23,000નું લેવલ તોડી 257.35 પોઈન્ટના કડાકે

શેરબજારમાં મોટાપાયે વેચવાલીના પગલે સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટી પણ 23,000નું લેવલ તોડી 257.35 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો, અમેરિકાની નીતિ અંગે અનિશ્ચિતતાઓ, એફઆઈઆઈની વેચવાલી ઉપરાંત પ્રોફિટ બુકિંગના બજેટ પહેલાં સાવચેતી સહિતના કારણોસર સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે ખૂલ્યા બાદ 10:39 વાગ્યે 842.46 પોઈન્ટ તૂટી 75348.06ના તળિયે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 22,826ની લો સપાટીએ પહોંચ્યો હતો.
આ પણ વાંચો: આ કંપની પહેલીવાર આપી રહી છે બોનસ શેર, દરેક 1 શેર માટે 1 શેર મફત આપવામાં આવશે
કયા કયા સ્ટોક્સમાં કડાકો
આ દરમિયાન ઝોમેટો, અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સના શેરમાં મોટો કડાકો દેખાયો. જ્યારે વારી એનર્જીના શેર્સમાં પણ મોટો કડાકો નોંધાયો હતો. રોકાણકારોને આ કડાકાની ખરાબ અસર થઈ અને તેમની મૂડીમાં લાખો કરોડોનો ઘટાડો નોંધાયો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સમાં ટેલિકોમ 3.49 ટકા, ટેક્નોલોજી 2.12 ટકા, રિયાલ્ટી 1.11 ટકા, પાવર 2.47 ટકા તૂટ્યો છે. રોકાણકારોએ બજાર ખૂલતાં જ 8 લાખ કરોડ રૂપિયાથી વધુ ગુમાવ્યા હતાં.
સ્મોલકેપ 2000 પોઈન્ટ તૂટ્યો
સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં રોકાણકારો આજે ધોવાયા છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 4 ટકા એટલે 2047 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ડેક્સમાં સામેલ 924 શેર કડડભૂસ થયા હતા. માત્ર 13 શેરમાં જ સુધારો જોવા મળ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ પણ 1085.25 પોઈન્ટ તૂટ્યો હતો.






