મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજારમાં શાનદાર તેજી : સોમવારે સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહની શરૂઆત શાનદાર રહી છે. સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીમાં 10

શેરબજારમાં શાનદાર તેજી : સોમવારે સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહની શરૂઆત શાનદાર રહી છે.  સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો વધારો થયો છે. જેના પગલે રોકાણકારોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. 

સેન્સેક્સમાં ઉછાળાના પગલે ફરી એકવાર 74,000ની સપાટી વટાવી દીધી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં સેન્સેક્સ 538 પોઈન્ટના વધારા સાથે 74,268ના સ્તરે પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી 114 પોઈન્ટના વધારા સાથે 22,534ના સ્તરે પહોંચ્યો છે. 

બેન્કિંગ શેરોમાં તેજી જોવા મળી

પીએસયુ શેરોમાં તેજી જોવા મળી છે. આ સિવાય ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્કના શેર 2થી 3 ટકા ઉછાળા પર ટ્રેડ થઈ રહ્યા છે. 

સ્મોલકેપ અને મિડકેપ સેગમેન્ટના મોટાભાગના શેરોમાં 20 ટકા સુધી ઉછાળો નોંધાતાં ઈન્ડેક્સ આજે ફરી સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. સ્મોલકેપ ઈન્ડેક્સ 47599.25 પોઈન્ટ અને મિડકેપ 47599.25 પોઈન્ટની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. તદુપરાંત કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને રિયાલ્ટી ઈન્ડેક્સ પણ રેકોર્ડ ટોચ નોંધાવી છે. 

આ સમાચાર શેર કરો