શેર માર્કેટે ફરી રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત 80300ની પાર ખુલ્યું સેન્સેક્સ

શેર માર્કેટે ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. 4 જુલાઇ ગુરૂવારે પ્રથમ વખત સેન્સેક્સ 80321ના નવા ઓલ ટાઇમ પર ખુલ્યો છે. નિફ્ટી પણ ઇતિહાસ રચતા 24369 રેકોર્ડ ઉંચાઇ પર ખુલ્યુ છે. સેન્સેક્સ 334 અંક ઉપર અને નિફ્ટી 83 અંકની લીડ સાથે ખુલ્યુ હતું.
શેર માર્કેટે રચ્યો ઇતિહાસ
એશિયન બજારમાં તેજી, જ્યારે અમેરિકન શેર બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. ગિફ્ટ નિફ્ટી 24,460ના સ્તર પર વેપાર કરી રહ્યું હતું જે નિફ્ટી ફ્યૂચર્સના ગત બંધથી લગભગ 95 અંકનું પ્રીમિયમ હતું. આ સેન્સેક્સ-નિફ્ટી માટે સારા સંકેત છે.
એશિયન બજાર: જાપાનના ટોપિક્સના ઓલ ટાઇમ હાઇ લેવલને પાર કરવાની સાથે એશિયન બજારમાં તેજી જોવા મળી હતી. ટૉપિક્સમાં 0.56%નો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે નિક્કેઇ 225માં 0.55%નો ઉછાળો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.98%ની તેજી આવી હતી જ્યારે કોસ્ડૈકમાં 0.75%ની વૃદ્ધિ જોવા મળી હતી.
સેન્સેક્સ-નિફ્ટી નવી ઉંચાઇ પર
સેન્સેક્સ પ્રથમ વખત બુધવારે 80074ના ઓલ ટાઇમ પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ ઇતિહાસ રચતા 24307 પર પહોંચી ગયો હતો. તે બાદ સેન્સેક્સ 545.35 અંક અથવા 0.69% વધીને 79,986.80 પર બંધ થયુ હતું. જ્યારે નિફ્ટી 50162.65 અંક અથવા 0.67% વધીને 24,286.50 પર બંધ થયું હતું.

