મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજારમાં તેજી: સેન્સેક્સ-નિફ્ટી ઉછળીને સર્વોચ્ચ સપાટીએ બંધ

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી શાનદાર તેજી જોવા મળી રહી છે. પરિણામે રોકાણકારોના ચહેરા પર ખુશી જોવા મળ

શેરબજારમાં તેજી: સેન્સેક્સ-નિફ્ટી ઉછળીને સર્વોચ્ચ સપાટીએ બંધ

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી શાનદાર તેજી જોવા મળી રહી છે. પરિણામે રોકાણકારોના ચહેરા પર ખુશી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ પર બંધ થયા છે.

સેન્સેક્સમાં 255 પોઈન્ટનો ઉછાળો 

સેન્સેક્સ 85,000ની પાર પહોંચી ગયો છે. બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 255 પોઈન્ટ વધીને 85,169ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટી 26 પોઈન્ટના વધારા સાથે 26,004ના સ્તરે બંધ થયો છે. 

આજના કારોબારમાં બેન્કિંગ, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી અને ઈન્ફ્રા સેક્ટરના શેરમાં ખરીદદારી જોવા મળી હતી. જ્યારે ઓટો, આઈટી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા.

આ શેર લાલ-લીલા નિશાને થયા બંધ

આજના ટ્રેડિંગમાં પાવર ગ્રીડ 3.91 ટકા, એક્સિસ બેન્ક 2.18 ટકા, NTPC 1.94 ટકા, બજાજ ફિનસર્વ 1.10 ટકા, બજાજ ફાઇનાન્સ 0.91 ટકા, ટાટા સ્ટીલ 0.65 ટકા, HDFC બેન્ક 0.59 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ટેક મહિન્દ્રા 2.21 ટકા, ટાટા મોટર્સ 1.39 ટકા, ટાઇટન 0.93 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.92 ટકા, SBI 0.68 ટકા, અદાણી પોર્ટ્સ 0.43 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. 

આ સમાચાર શેર કરો