શેરબજારમાં જોશ: સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો ઉછાળો, માર્કેટ કેપ 407 લાખ કરોડની રેકોર્ડ શિખરે
શેરબજારમાં ગુરૂવારે ભારે વોલિટિલિટી બાદ છેલ્લી ઘડીએ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 676.69 પોઈન્ટ ઉછ

શેરબજારમાં ગુરૂવારે ભારે વોલિટિલિટી બાદ છેલ્લી ઘડીએ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 676.69 પોઈન્ટ ઉછળી 73663.72 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ 203.30 પોઈન્ટના વધારા સાથે 22403.85ના સ્તરે બંધ રહ્યો હતો.
રોકાણકારોની મૂડી 3.10 લાખ કરોડ વધી
ઉછાળાના પગલે બીએસઈ ખાતે માર્કેટ કેપ રૂ. 407.35 લાખ કરોડની રેકોર્ડ ટોચે પહોંચી હતી. ગઈકાલના બંધ સામે આજે રોકાણકારોની મૂડી 3.10 લાખ કરોડ વધી છે. ગઈકાલે રૂ. 404.25 લાખ કરોડ હતી.
શેરબજારના ટોપ ગેઇનર્સ શેર
શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, તેમાં મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર, ભારતી એરટેલ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ અને એચડીએફસી લાઇફના શેરનો સમાવેશ થાય છે.
શેરબજારના ટોપ લુઝર્સ શેર
શેરબજારના ટોપ લુઝર્સની યાદીમાં મારુતિ, ટાટા મોટર્સ, બીપીસીએલ, એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેન્ક અને પાવર ગ્રીડનો સમાવેશ થાય છે.






