મંગળવારે માર્કેટ મોજમાં : સેન્સેક્સે ફરી એકવાર 73,000ની સપાટી વટાવી, આ શેરોમાં શાનદાર ઉછાળો
ભારતીય શેરબજારમાં મંગળવારે માર્કેટમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેના પગલે રોકાણકારોને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. રો

ભારતીય શેરબજારમાં મંગળવારે માર્કેટમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેના પગલે રોકાણકારોને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.50 લાખ કરોડથી વધુનો વધારો થયો છે.
સેન્સેક્સમાં 328 પોઈન્ટનો ઉછાળો
બજાર બંધ થવા સુધીમાં BSE સેન્સેક્સ 328 પોઈન્ટના ઉછાળા સાથે 73,104ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સે ફરી એકવાર 73,000ની સપાટી વટાવી દીધી છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 118 પોઈન્ટના ઉછાળા સાથે 22,217 પોઈન્ટ પર બંધ થયો હતો.
ટોપ ગેઇનર્સ - ટોપ લુઝર્સ શેર
મંગળવારે શેરબજારમાં આવેલી તેજી વચ્ચે ટોપ ગેઇનર્સની વાત કરીએ તો તેમાં અદાણી એન્ટરપ્રાઈઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ઓએનજીસી, લાર્સન એન્ડ ટુબ્રો, જેએસડબલ્યુ સ્ટીલ અને હિન્દાલ્કોના શેરનો સમાવેશ થાય છે.
ટોપ લુઝર્સની યાદીમાં સિપ્લા, ટીસીએસનો સમાવેશ થાય છે. ટાટા કન્ઝ્યુમર, નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ડોક્ટર રેડ્ડીઝ લેબ્સનો સમાવેશ થાય છે
શેરબજારના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપતી કંપનીઓના શેર વિશે વાત કરીએ તો ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, ગાર્ડન રીચ શિપ બિલ્ડર, એસજેવીએન, એનએચપીસી, આઇઆરસીટીસી, અશોક લેલેન્ડ, ફેડરલ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, દેવયાની ઇન્ટરનેશનલ, આરઇસી. એચડીએફસી બેંક અને ટાટા મોટર્સના લિમિટેડ શેરમાં વધારો થયો હતો.
અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં વધારો
ગૌતમ અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં વધારો થયો હતો અને અદાણી ટોટલ ગેસના શેર 5.6 ટકાના સારા ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે એનડીટીવીના શેરમાં લગભગ બે ટકાનો વધારો નોંધાયો હતો.








