મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

મંગળવારે શેરબજારમાં ગાબડું, ત્રણ દિવસમાં રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયા સ્વાહા 

શેરમાર્કેટમાં વેચવાલીના પગલે મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાને બંધ થયા છે. પરિણામે રોકાણકારોને કરોડો રૂપિયાનું ન

મંગળવારે શેરબજારમાં ગાબડું, ત્રણ દિવસમાં રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયા સ્વાહા 

શેરમાર્કેટમાં વેચવાલીના પગલે મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાને બંધ થયા છે. પરિણામે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 383 પોઈન્ટ ગગડીને 73,511ના સ્તરે બંથ થયો છે. જ્યારે નિફ્ટી 140 પોઈન્ટ તૂટીને 22,302ના સ્તરે બંધ થયો છે. બીએસઇ સેન્સેક્સ ત્રણ દિવસમાં 1000 પોઈન્ટ ઘટી ગયો છે અને બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 11 લાખ કરોડનો ઘટાડો થયો છે.

દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીમાં ઓછા મતદાનની અસર શેરબજારના કામકાજ પર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં શેરબજારમાં ચાલી રહેલી નબળાઈને કારણે રોકાણકારોને 11 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.  

ટોપ લૂઝર્સ શેરો

સેન્સેક્સના 30 શેરોમાં પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, એચસીએલ ટેક, એનટીપીસી, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લૂઝર્સ રહ્યા હતા.  

ટોપ ગેઇનર્સ શેરો 

બીજી તરફ, એચયુએલ, ટેક એમ, નેસ્લે ઈન્ડિયા, ટીસીએસ, આઇટીસી, કોટક બેન્ક અને ઈન્ફોસિસના શેરમાં મોટો ઉછાળો રહ્યો હતો. 

આ સમાચાર શેર કરો