Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : RBI news: Middle class may get relief in December, important decisions may be taken regarding loan installments, repo rate

RBI news: ડિસેમ્બરમાં મધ્યમ વર્ગને મળી શકે છે રાહત, લોનના હપ્તા, રેપો રેટ અંગે લેવાઈ શકે છે મહત્ત્વના નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
RBI news: ડિસેમ્બરમાં મધ્યમ વર્ગને મળી શકે છે રાહત, લોનના હપ્તા, રેપો રેટ અંગે લેવાઈ શકે છે મહત્ત્વના નિર્ણય
સોર્સ : GSTV

RBI news: ડિસેમ્બર મહિનામાં ભારતીય રિઝર્વ બેન્ક દેશના મધ્ય વર્ગને મોટી રાહત આપી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે RBI ફરીથી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. જો આવો નિર્ણય લેવાય તો લોનના હપ્તામાં ઘટાડો થશે. 

App Store

શું છે નિષ્ણાતોનો મત? 
ત્રીજી ડિસેમ્બરથી RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક શરૂ થશે. જેમાં રેપો રેટ અંગે પણ ચર્ચા કરાશે. જે બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રા 5મી ડિસેમ્બરે સવારે 10 વાગ્યે રેટ સેટિંગ પેનલના નિર્ણયોની જાહેરાત કરશે. 

ઘણા સમયથી રેપો રેટમાં થઈ રહ્યો છે ઘટાડો 
નોંધનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી RBIએ રેપો રેટમાં ઘટાડો કરવાની શરૂઆત કરી હતી. આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં રેપો રેટમાં 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે. હાલ રેપો રેટ 5.5 ટકા છે, એવામાં નિષ્ણાતોનું માનવું છે કે આમાં હજુ ઘટાડો થશે અને રેપો રેટ 5.25 ટકા રહી જશે. 

HDFC બેન્કના રિપોર્ટમાં કહેવાયું છે કે મોંઘવારીને જોતાં RBI રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. જ્યારે SBIના ઈકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટનું માનવું છે કે GDP ગ્રોથ મજબૂત હોવાથી રેપો રેટ જેટલો છે તેટલો જ યથાવત રાખવામાં આવશે.