મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ફ્રોડને રોકવા માટે RBIએ લીધો નિર્ણય, ગ્રાહકોને ફોન કરવા આ નંબરનો જ ઉપયોગ કરવાનો બેંકોને નિર્દેશ

સતત વધી રહેલા ફ્રોડને રોકવા માટે RBIએ મોટો નિર્ણય લીધો છે. RBIએ બેંકોને કહ્યું કે, ગ્રા

ફ્રોડને રોકવા માટે RBIએ લીધો નિર્ણય, ગ્રાહકોને ફોન કરવા આ નંબરનો જ ઉપયોગ કરવાનો બેંકોને નિર્દેશ

સતત વધી રહેલા ફ્રોડને રોકવા માટે RBIએ મોટો નિર્ણય લીધો છે. RBIએ બેંકોને કહ્યું કે, ગ્રાહકોને લેવડ-દેવડ માટે કોલ કરવા ફક્ત '1600' ફોન નંબર સિરીઝનો ઉપયોગ કરવો. જો બેંકો અને અન્ય નિયમનકારી સંસ્થાઓ પ્રમોશનલ હેતુઓ માટે ગ્રાહકોને ફોન અથવા SMS કરે તો તેમણે '140' ફોન નંબર સિરીઝનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો: તાત્કાલિક પૈસાની જરૂર છે, તો માત્ર પાન કાર્ડથી મળશે લોન, આ રીતે કરો અરજી

નાણાકીય ફ્રોડ પર લગામ કસવા માટેનો પ્રયાસ

RBIનું માનવું છે કે, આનાથી નાણાકીય છેતરપિંડી પર અંકુશ આવશે. આ ઉપરાંત RBIએ બેંકો અને અન્ય નિયમનકારી સંસ્થાઓને તેમના ગ્રાહક ડેટાબેઝનું નિરીક્ષણ કરવા અને બિનજરૂરી ડેટા હટાવી દેવા માટે જણાવ્યું છે.

RBIએ સર્ક્યુલર જારી કર્યું

બેંકોને જારી કરાયેલા એક સર્ક્યુલરમાં RBIએ યોગ્ય ચકાસણી પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અપડેટ કરવા અને રદ કરાયેલા મોબાઈલ નંબરો સાથે જોડાયેલા ખાતાઓનું નિરીક્ષણ વધારવા જણાવ્યું છે જેથી લિંક કરેલા ખાતાઓને ફ્રોડમાં સામેલ થવાથી રોકી શકાય.

31 માર્ચ પહેલા માનવા પડશે નિર્દેશ

RBIએ 31 માર્ચ 2025 પહેલા નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું છે. RBI એ કહ્યું છે કે, ડિજિટલ વ્યવહારોના પ્રસારથી ગ્રાહકોને સુવિધા મળી છે પરંતુ તેનાથી ફ્રોડમાં પણ વધારો થયો છે. આ એક ગંભીર વિષય છે અને તેની સામે ઠોસ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

આ પણ વાંચો: Credit Card Tips: ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી કેવી રીતે માફ કરવી, અહીં જાણો રીત

અન્ય એક સર્ક્યુલરમાં RBIએ તમામ બેંકોને બધા હાલના અને નવા ખાતાઓ અને લોકર્સમાં નોમિની સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું  કે, મોટી સંખ્યામાં ખાતાઓમાં કોઈ નોમિની નથી. નોમિની સુવિધાનો ઉદ્દેશ્ય ખાતાધારકના મૃત્યુ પર પરિવારના સભ્યોને પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો અને દાવાઓનું ઝડપી સમાધાન સુનિશ્ચિત કરવાનો છે.

વધુમાં RBIએ કહ્યું કે, ગ્રાહકોને નોમિનેશન સુવિધાનો લાભ લેવા માટે બેંકો ખાતું ખોલવાના ફોર્મમાં યોગ્ય સુધારા કરી શકે છે. બેંકો અને NBFC એ પણ બેંક ખાતાઓમાં નોમિની સુનિશ્ચિત કરવા માટે અભિયાન શરૂ કરવું જોઈએ.

આ સમાચાર શેર કરો