પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ માત્ર 333 રૂપિયા જમા કરો, 5 વર્ષમાં 6 લાખ ફંડ મળશે!

જો તમે આ દિવસોમાં તમારા પૈસા રોકાણ કરવા માટે કોઈ એવી સ્કીમ શોધી રહ્યા છો જ્યાં તમારા પૈસા પણ સુરક્ષિત રહે અને તમને સારું વ્યાજ મળે, તો પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં એક એવી સ્કીમ છે જેમાં દરરોજ માત્ર 333 રૂપિયા જમા કરીને તમે 17 લાખ રૂપિયાથી વધુનું ફંડ જમા કરાવી શકો છો. ચાલો જાણીએ પોસ્ટ ઓફિસની આ સ્કીમ વિશે.
પોસ્ટ ઓફિસ રીકરિંગ ડિપોઝીટ સ્કીમ
પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં કોઈ જોખમ નથી. તમે દર મહિને માત્ર 100 રૂપિયાનું રોકાણ કરીને આ સ્કીમમાં તમારું ખાતું ખોલાવી શકો છો. જો તમે ઈચ્છો તો આ સ્કીમમાં તમે સિંગલ અથવા જોઈન્ટ બંને ખાતા ખોલાવી શકો છો. જો વ્યાજની વાત કરીએ તો આ સ્કીમમાં તમને વાર્ષિક 6.8 ટકા વ્યાજ આપવામાં આવશે.
જો તમે દરરોજ 333 રૂપિયાની બચત કરીને પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં રોકાણ કરો છો, તો તમે દર મહિને સ્કીમમાં આશરે 10,000 રૂપિયાનું રોકાણ કરશો. જે અનુસાર આખા વર્ષમાં આ યોજનામાં રૂ. 1.20 લાખનું રોકાણ કરશો. 5 વર્ષ પછી આ સ્કીમમાં તમારું ફંડ 5,99,400 રૂપિયા થઈ જશે. 6.8 ટકાના વાર્ષિક વ્યાજ દર મુજબ તમને 1,15,427 રૂપિયાનું સંપૂર્ણ વ્યાજ મળશે. એટલે કે 5 વર્ષમાં તમારી પાસે 7,14,827 રૂપિયાનું ફંડ એકઠું થશે. આમ, જો તમે આ યોજનાને આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમે 10 વર્ષમાં 12 લાખ રૂપિયા જમા કરાવશો. વ્યાજ ઉમેરીને તમને 10 વર્ષ પછી 17,08,546 રૂપિયા મળશે.

