મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજારમાં પોઝિટીવ માહોલ, બેન્કિંગ સેક્ટરમાં લેવાલી નીકળતા માર્કેટમાં ઉછાળો 

ફાયનાન્સિયલ અને આઇટી શેરોની મજબૂતિના પગલે આજે શેરબજારમાં પોઝિટિવ માહોલ જોવા મળ્યો હતો. આજે ગ્લોબલ માર્કેટમાં પણ મોટા પાયે

શેરબજારમાં પોઝિટીવ માહોલ, બેન્કિંગ સેક્ટરમાં લેવાલી નીકળતા માર્કેટમાં ઉછાળો 

ફાયનાન્સિયલ અને આઇટી શેરોની મજબૂતિના પગલે આજે શેરબજારમાં પોઝિટિવ માહોલ જોવા મળ્યો હતો. આજે ગ્લોબલ માર્કેટમાં પણ મોટા પાયે મજબુતિ જોવા મળી હતી. મંગળવારે શેરબજારમાં સારો ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ 378.18 પોઈન્ટ અથવા 0.47% ના વધારા સાથે બંધ થયો, જ્યારે નિફ્ટી 100.80 પોઈન્ટ અથવા 0.41% ના વધારા સાથે બંધ થયો. આજના કારોબારમાં પીએસયુ  બેંકોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી છે. પીએસયુ બેન્ક 1.68% ના વધારા સાથે બંધ થયો. તે જ સમયે, બજાજ ફિનસર્વમાં લગભગ 3 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

આજના ટોપ લુઝર્સ અને ટોપ ગેનર્સ

મંગળવારે ટોચના 5  ગેઇનર્સની યાદીમાં 4 બેન્કિંગ શેરોનો સમાવેશ થાય છે. આ પૈકી બજાજ ફિનસર્વ સૌથી વધુ ઉછળીને 3.29% વધીને 1,602ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે ઈન્ડસઈન્ડ બેંક 2.51% વધીને 1,381ના સ્તરે બંધ રહ્યો હતો. આ પછી ટેક મહિન્દ્રામાં 2.13%નો ઉછાળો આવ્યો છે, જે પછી તે 1,629ના સ્તરે બંધ રહ્યો છે. તે જ સમયે, કોટક બેંકમાં 1.37% નો વધારો થયો છે, જે 1,806 ના સ્તરે બંધ થયો છે.

આજના ટોપ લુઝર્સ સ્ટોકમાં ભારતી એરટેલ પ્રથમ આવે છે, તે 1.40% ઘટીને 1,449 ના સ્તરે બંધ થયો હતો. આ પછી આઇટીસી 0.53% ઘટીને 498.80 પર બંધ થયો. આ સિવાય અદાણી ગ્રૂપનો દિગ્ગજ અદાણી પોર્ટ્સ એસઇઝેડ  0.27% નબળો પડીને રૂ. 1,493 પર બંધ થયો હતો, જ્યારે ટાટા મોટર્સ 0.08 ટકાના ઘટાડા પછી રૂ. 1,087 પર બંધ થયો હતો.

આજના ટ્રેડિંગ સેશનમાં ત્રણ સેક્ટોરલ ઈન્ડસઈન્ડ સિવાય તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. આજે સૌથી વધુ વધારો પીએસયુ બેન્કમાં જોવા મળ્યો હતો, જે 1.68% વધીને 7,043 ના સ્તરે બંધ થયો હતો. આ પછી બેન્ક નિફ્ટી 0.86% વધીને 50,803 ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી આઈટી 0.81% ઉછળીને 41,573 ના સ્તર પર બંધ થયો. આ સિવાય નિફ્ટી ફાર્મા 0.61% ના વધારાની સાથે 22,374 ના સ્તર પર બંધ થયા છે. તે જ સમયે, નિફ્ટી ઓટો 0.52% વધીને 25,500 પર બંધ થયો.

નિષ્ણાંતોએ કહ્યું કે, ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ વાટાઘાટો અને તાજેતરના સાનુકૂળ ડેટા વચ્ચે સકારાત્મક વૈશ્વિક સેન્ટિમેન્ટને કારણે યુએસ મંદીની આશંકા હળવી થતાં સ્થાનિક બજારોએ સત્રની મજબૂત શરૂઆત કરી હતી. ભૌગોલિક રાજકીય જોખમોમાં ઘટાડો અને ચીન તરફથી નબળી માંગને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને ફાયદો થયો છે.

એશિયન બજારોમાં, સિઓલ અને ટોક્યો ઊંચા બંધ હતા, જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ નીચામાં બંધ થયા હતા. યુરોપિયન બજારોમાં તેજી સાથે કારોબાર થયો હતો. સોમવારે યુએસ બજારો લીલા નિશાનમાં બંધ થયા હતા.

આ સમાચાર શેર કરો