મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ફાર્મા કંપની સિપ્લાએ આપ્યું 800 ટકાનું અધધધ ડિવિડન્ડઃ જાણો તેની કામગીરી વિશે

ફાર્મા કંપની સિપ્લાએ નાણાકીય વર્ષ 2024-25 માટે 800 ટકાના ડિવિડન્ડની જાહરાત કરી છે. જે 2 રૂપિયાની

ફાર્મા કંપની સિપ્લાએ આપ્યું 800 ટકાનું અધધધ ડિવિડન્ડઃ જાણો તેની કામગીરી વિશે

ફાર્મા કંપની સિપ્લાએ નાણાકીય વર્ષ 2024-25 માટે 800 ટકાના ડિવિડન્ડની જાહરાત કરી છે. જે 2 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે પ્રતિ શેર 16 રૂપિયાની સમકક્ષ છે. આ ડિવિડન્ડમાં એક ખાસ ડિવિડન્ડ અને અંતિમ ડિવિડન્ડનો સમાવેશ થાય છે. સિપ્લાના બોર્ડે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રતિ શેર 13 રૂપિયાના અંતિમ ડિવિડન્ડનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, કંપનીએ 90 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 3 રૂપિયાનું ખાસ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આ રીતે, શેરધારકોને કુલ 16 રૂપિયા ડિવિડન્ડ મળશે.

ડિવિડન્ડની રેકોર્ડ ડેટ

સિપ્લાએ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે. જેના પરથી ખબર પડશે કે ક્યા રોકાણકાર ડિવિડન્ડ મેળવવાપાત્ર છે. કંપનીએ જણાવ્યું છે કે ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 27 જૂન, 2025 હશે. સિપ્લા દ્વારા અત્યાર સુધી ચૂકવવામાં આવેલા ડિવિડન્ડમાં 2024માં 13 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ, 2023માં 8.50 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ, 2022માં 5 રૂપિયાનું ડિવિડન્ડ, 2021માં 5 રૂપિયાનું ડિવિડન્ડ અને 2020માં 3 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ શામેલ છે.

એજીએમ પછી શેરધારકોને ડિવિડન્ડ મળશે

કંપનીએ એમ પણ કહ્યું કે જો શેરધારકો દ્વારા મંજૂરી આપવામાં આવશે, તો વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ના 30 દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.

સિપ્લાના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો

નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરમાં સિપ્લાએ 30 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. કંપનીનો ચોખ્ખો નફો 1,222 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 939 કરોડ રૂપિયા હતો. જોકે, કંપનીનો ચોખ્ખો નફો ત્રિમાસિક ધોરણે 22 ટકા ઘટીને 1,222 કરોડ રૂપિયા થયો છે, જે ડિસેમ્બર ક્વાર્ટરમાં 1,570 કરોડ રૂપિયા હતો.

કંપનીની આવક ગયા વર્ષની સરખામણીમાં 9 ટકા વધીને 6,730 કરોડ રૂપિયા થઈ છે. ગયા વર્ષે આ જ સમયે, તે 6,163 કરોડ રૂપિયા હતી. જોકે, ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં આવકમાં 5ટકાનો ઘટાડો થયો, જે 7,073 કરોડ રૂપિયાથી ઘટીને 6,730 કરોડ રૂપિયા થઈ ગઈ. ક્વાર્ટર માટે ઇપીએસ (શેર દીઠ કમાણી) 15.13 રૂપિયા (બેઝિક) અને 15.12 રૂપિયા (ડાઇલ્યુટેડ) હતી.

નાણાકીય વર્ષ 2024-25ના સંપૂર્ણ પરિણામોમાં, સિપ્લાએ ચોખ્ખા નફામાં 28 ટકા વૃદ્ધિ નોંધાવી છે, જે પાછલા વર્ષના 4,122 કરોડ રૂપિયાથી વધુ છે. કંપનીની કુલ આવક 7 ટકા વધીને 27,548 કરોડ રૂપિયા થઈ છે, જે પાછલા નાણાકીય વર્ષમાં 25,774 કરોડ રૂપિયા હતી. આ વર્ષે કંપનીનો ઇપીએસ 65.29 રૂપિયા (બેઝિક) અને 65.24 રૂપિયા (ડાઇલ્યુટેડ) રહ્યો.

આ સમાચાર શેર કરો