1લી ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે PPFના નિયમો, આ એકાઉન્ટ પર નહીં મળે વ્યાજ
1લી ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમમાં નવા ફેરફારો થવા જઈ

1લી ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમમાં નવા ફેરફારો થવા જઈ રહ્યા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. PPF સંબંધિત ત્રણ મુખ્ય નિયમો 1 ઓક્ટોબરથી બદલાશે. નવો નિયમ આવતા મહિનાથી લાગુ થવા જઈ રહ્યો છે. નાણા મંત્રાલય દ્વારા આ અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે પોસ્ટ ઓફિસ દ્વારા ખોલવામાં આવેલા પબ્લિક પ્રોવિડન્ટ એકાઉન્ટ્સ અંગે એક આદેશ જારી કર્યો છે. ઉલ્લેખનીય છે કે, PPF એક લોકપ્રિય બચત યોજના છે, જે લાંબા ગાળામાં સારું વળતર આપે છે. તે 15 વર્ષે મેચ્યોર થાય છે.
1લી ઓક્ટોબરથી શું બદલાશે
PPFના નવા નિયમો હેઠળ ત્રણ ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાં માઇનરના નામે ખોલવામાં આવેલા PPF એકાઉન્ટ, એકથી વધુ PPF એકાઉન્ટ અને પોસ્ટ ઑફિસના માધ્યમથી નેશનલ સેવિંગ સ્કીમ હેઠળ ARIના PPF એકાઉન્ટના એક્સટેન્શનના નિયમો બદલાશે. નવા નિયમ હેઠળ, સગીર 18 વર્ષનો થાય ત્યાં સુધી સગીરોના નામે ખોલવામાં આવેલા PPF ખાતા પર વ્યાજ મળતું રહેશે. એટલે કે, PPF વ્યાજ દર 18 વર્ષની ઉંમરે પહોંચવા પર ચૂકવવામાં આવશે. મેચ્યોરિટી પીરિયડની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જ્યાંથી સગીર પુખ્ત બનશે.
એક કરતા વધુ PPF એકાઉન્ટ્સ
એક કરતાં વધુ PPF એકાઉન્ટ હોવાના કિસ્સામાં પણ રોકાણકારના પ્રાથમિક એકાઉન્ટ પર સ્કીમ રેટ મુજબ વ્યાજ આપવામાં આવશે. જોકે, ડિપોઝિટની રકમ વાર્ષિક સીલિંગ મર્યાદા કરતા વધુ ન હોવી જોઈએ. જો બીજા એકાઉન્ટમાં બેલેન્સ હશે તો તેને પ્રાથમિક એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવશે. જોકે, આમાં પણ શરત હશે કે બંને એકાઉન્ટની કુલ રકમ એન્યુઅલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટની અંદર હોવી જોઈએ. બંનેને લિંક કર્યા પછી પ્રાથમિક એકાઉન્ટ પર સ્કીમ રેટ લાગુ રહેશે. જ્યારે બીજા એકાઉન્ટમાં કોઈપણ સરપ્લસ ફંડ પર જીરો ટકા વ્યાજ દરે ભરપાઈ કરવામાં આવશે.
ત્રીજો ફેરફાર
ત્રીજા નિયમ હેઠળ, 1968ની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ હેઠળ NRI PPF એકાઉન્ટ્સ ખોલવામાં આવે છે, જેમાં ફોર્મ H એકાઉન્ટ હોલ્ડર્સના રેસિડેન્સ સ્ટેટસ વિશે ખાસ પૂછવામાં આવતું નથી. આ એકઆઉન્ટ્સ પર વ્યાજ દર 30 સપ્ટેમ્બર 2024 સુધી POSA ગાઈડલાઈન મુજબ આપવામાં આવશે. આ પછી આ એકાઉન્ટ્સ પર વ્યાજ દર શૂન્ય ટકા થઈ જશે.






