રક્ષાબંધન પૂર્વે મહિલાઓને સરકારે આપી ભેટ, હવે દર મહિને ખાતામાં જમા થશે 1500 રૂપિયા
રક્ષાબંધનના તહેવારને માંડ એક દિવસ બાકી છે. ત્યારે શિંદે સરકારે રક્ષાબંધનના તહેવાર પહેલા મહિલાઓને મોટી ભેટ આપી છે. મહાર

રક્ષાબંધનના તહેવારને માંડ એક દિવસ બાકી છે. ત્યારે શિંદે સરકારે રક્ષાબંધનના તહેવાર પહેલા મહિલાઓને મોટી ભેટ આપી છે. મહારાષ્ટ્ર સરકારે 17 ઓગસ્ટથી 'મુખ્યમંત્રી લાડકી બહેન યોજના' શરૂ કરી રહી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જેની જાહેરાત કરી હતી. આ વિશેષ યોજના હેઠળ દર મહિને મહિલાઓના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્યની એક કરોડથી વધુ મહિલાઓને તેનો લાભ મળશે.
ડેપ્યુટી સીએમ ફડણવીસે જણાવ્યું કે, યોજનાના ટ્રાયલ રન દરમિયાન કેટલીક મહિલાઓને જુલાઈ અને ઓગસ્ટ માટે 3,000 રૂપિયા પહેલેથી જ મળી ચૂક્યા છે. તેમજ વધુમાં કહ્યું કે, અમને આશા છે કે એક કરોડથી વધુ પાત્ર મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા મળવાનું શરૂ થશે.
આ યોજનાથી રાજ્યની તિજોરી પર વાર્ષિક રૂ. 46,000 કરોડનો બોજ પડશે
મહારાષ્ટ્રની આ યોજનાને ડેપ્યુટી સીએમ અને નાણામંત્રી અજિત પવાર દ્વારા બજેટમાં સામેલ કરવામાં આવી છે. આ યોજનાથી રાજ્યની તિજોરી પર વાર્ષિક રૂ. 46,000 કરોડનો બોજ પડશે.
આ યોજનાનો લાભ કોને મળશે?
મહારાષ્ટ્રની મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. જોકે, તેમની ઉંમર માત્ર 21થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો તેનાથી વધુ કે ઓછી હશે તો તેમને આ યોજનાનો લાભ મળશે નહીં. ઉપરાંત આ યોજના હેઠળ નાણાકીય સહાય ત્યારે જ મળશે જ્યારે તેમની વાર્ષિક આવક રૂ. 2.5 લાખ જેટલી હશે. આ યોજના હેઠળ નાગરિકોની નોંધણીની સુવિધા માટે સરકારે નારી શક્તિ દૂત એપ્લિકેશન નામની મોબાઇલ એપ્લિકેશન પણ બનાવી છે.








