મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ જિયો ક્લાઉડ વેલકમ ઓફરની કરી જાહેરાત, યુઝર્સને મળશે ફ્રી ક્લાઉડ ડેટા

આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ટેક્નોલોજી, એઆઈ ડેવલપમેન્ટ, રિસર્ચ અને ડેવલપ

રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ જિયો ક્લાઉડ વેલકમ ઓફરની કરી જાહેરાત, યુઝર્સને મળશે ફ્રી ક્લાઉડ ડેટા

આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ટેક્નોલોજી, એઆઈ ડેવલપમેન્ટ, રિસર્ચ અને ડેવલપમેન્ટથી લઈને ટેલિકોમ સેક્ટર સુધીની ઘણી જાહેરાતો કરી હતી. રિલાયન્સની 47મી વાર્ષિક સાધારણ સભા (રિલાયન્સ 47મી એજીએમ)માં તેમણે જણાવ્યું હતું કે તેમનું જૂથ, જે ઓઈલથી લઈને ટેલિકોમ સુધીનો બિઝનેસ કરે છે, તે ટૂંકા ગાળાનો નફો કમાવવા અને સંપત્તિ એકત્ર કરવાના વ્યવસાયમાં નથી, પરંતુ તેનું ધ્યાન દેશ માટે ભંડોળ એકત્ર કરવા પર છે. 

પોતાની જાહેરાતમાં રિલાયન્સ જિયોને લઈને મોટી જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે કંપની જિયો એઆઇ ('Jio AI) ક્લાઉડ વેલકમ ઑફર' લૉન્ચ કરી રહી છે. આ અંતર્ગત જિયોના યુઝર્સને 100 જીબી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ ડેટા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આનાથી ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટા, વીડિયો, દસ્તાવેજો, ડેટા અને ડિજિટલ કન્ટેન્ટ સ્ટોર કરવામાં મદદ મળશે. અંબાણીએ કહ્યું કે જેમને વધુ સ્ટોરેજની જરૂર છે, તેમના માટે કંપની બજારમાં સૌથી સસ્તી કિંમતની ઓફર આપશે.

અંબાણીએ કહ્યું, 'આના માટે ડિલિવરી મોડલની જરૂર છે જ્યાં એઆઇ સેવાઓ અને એઆઇ દ્વારા પ્રોસેસ કરવામાં આવેલ ડેટા બંને ક્લાઉડમાં હોસ્ટ કરવામાં આવે. આનાથી દરેક વપરાશકર્તા તેમના ડેટા અને એઆઇ સેવાઓને કોઈપણ જગ્યાએથી બ્રોડબેન્ડ નેટવર્ક પર, કોઈપણ ઉપકરણ પર, કોઈપણ વિલંબ વિના ઍક્સેસ કરી શકે છે.

ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કંપની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના શેરધારકોની 47મી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કહ્યું કે કંપની દેશની ઉર્જા સુરક્ષા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે રિલાયન્સ હવે ટેક્નોલોજીનું નેટ પ્રોડ્યુસર બની ગયું છે અને એક મોટી ટેક્નોલોજી કંપનીમાં ફેરવાઈ રહ્યું છે.

અંબાણીએ કહ્યું, 'જેમ મેં તમને ગયા વર્ષે કહ્યું હતું, રિલાયન્સ હવે ટેક્નોલોજીની નેટ પ્રોડ્યુસર બની ગઈ છે. પ્રગતિશીલ ટેક્નોલોજી અને નવીનતા હંમેશા દેશો તેમજ કોર્પોરેટ માટે સૌથી મોટી સંપત્તિ સર્જક રહી છે. રિલાયન્સે આ વિકાસ મંત્રનેઅમારી વૃદ્ધિના તમામ તબક્કે આત્મસાત કર્યો છે. 

રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર(એમડી) મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) લોકોને ઘણી સમસ્યાઓ લાવશે અને કંપની પાસે તે સમસ્યાઓના ઉકેલ માટે તકો પણ ખુલ્લી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સનો હેતુ વિશ્વની સૌથી ઓછી કિંમતની એઆઇ બનાવવાનો છે.

અંબાણીએ જણાવ્યું કે, સૌથી પહેલા, અમે અમારા ગ્રાહકો માટે વધુમાં વધું વેલ્યુ ઉભી કરવા માટે દરક બિઝનેસમાં ઇનોવેટિવ ટેકનોલોજીનો સમાવેશ કરી રહી છે. બીજું, અમારા પ્રતિભાશાળી ઇજનેરો અને વૈજ્ઞાનિકો અમારી પ્રોડક્ટ અને સર્વિસ ઑફરિંગને વધારવા માટે મુખ્ય ટેકનોલોજી ઇનોવેશન ઘરઆંગણે વિકસાવી રહ્યા છે. ત્રીજું, અમે તમામ રિલાયન્સ વ્યવસાયો માટે એઆઇ-નેટિવ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે અને એન્ડ-ટુ-એન્ડ વર્કફ્લો અને રીઅલ-ટાઇમ ડેશબોર્ડ્સને એકીકૃત કરતા અમારા સોફ્ટવેર સ્ટેકનું નિર્માણ કર્યું છે.

સંશોધન અને વિકાસ પાછળ ખર્ચ કર્યો

અંબાણીએ કહ્યું, 'રિલાયન્સે નાાકીયય વર્ષ 2024માં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ(આર&ડી) પર રૂ. 3,643 કરોડ ($ 437 મિલિયન) કરતાં વધુ ખર્ચ કર્યા છે, જે છેલ્લા ચાર વર્ષમાં રિસર્ચ પરનો ખર્ચ રૂ. 11,000 કરોડ ($ 1.5 બિલિયન)ને વટાવી ગયો છે. અમારી પાસે અમારા તમામ વ્યવસાયોમાં સંશોધન પ્રોજેક્ટ્સ માટે મહત્વપૂર્ણ વિષયો પર કામ કરતા 1,000 થી વધુ વૈજ્ઞાનિકો અને સંશોધકો છે.

આ સમાચાર શેર કરો