Marengo CIMS Hospital: 90 વર્ષના કેનેડિયન દર્દી કંચનબેન દવે ફરીથી ચાલતા કઇ રીતે થયા?

Marengo CIMS Hospital: જો બિમાર વ્યક્તિ સાજા થવાનું મનથી નક્કી કરી લે તો ચમત્કાર સર્જાય છે. આ ચમત્કાર સર્જવામાં આધુનિક સારવાર પદ્ધતિઓ મદદરૂપ થાય છે. તાજેતરમાં સિમ્સ હોસ્પિટલ અને ચંદ્રા ની ક્લિનીકના પ્રયાસોથી 90 વર્ષના કેનેડિયન નાગરિક કંચનબેન દવેને નવું ક્વોલિટી જીવન મળ્યું. કંચનબેન ફરીથી પીડા વિના ચાલી શકે તે આશા લઇને ભારત આવ્યા હતાં. તેમની ઉંમર વધારે હોવાથી એક દર્દી તરીકે મેડિકલ સ્થિતિ પડકારજનક હતી. પરંતુ સાજા થવાના મક્કમ નિર્ધાર સાથે તે અમદાવાદ આવ્યા.
અમદાવાદમાં કંચનબેન દવેને 14 ઓગસ્ટ, 2025ના રોજ મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં ચંદ્રાની ક્લિનિકના ચીફની રિપ્લેસમેન્ટ સર્જન અને મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ઓર્થોપેડિક અને જોઇન્ટની રિપ્લેસમેન્ટ વિભાગના ડિરેક્ટર ડૉ. કે.સી મહેતાની દેખરેખમાં સારવાર શરૂ કરવામાં આવી. બીજા દિવસે 15 ઓગસ્ટના રોજ કંચનબેનની સર્જરી કરવામાં આવી. અદ્યતન ટેકનિકથી તેમની સર્જરી થઇ અને તેમને ત્રણ જ દિવસમાં રજા આપવામાં આવી. તેઓ પીડા રહિત સારી રીતે ચાલતા થઇ ગયા અને તમામ તબીબી ટીમનો આભાર માન્યો.
તેમની સચોટ સારવાર અને રિકવરી પર નિવેદન કરતાં ડૉ. કે. સી. મહેતાએ જણાવ્યું:“શ્રીમતી દવે અમને યાદઅપાવે છે કે ઉંમર તો ફક્ત આંકડો છે. જ્યારે સારું જીવન જીવવાની ઈચ્છાશક્તિ મજબૂત હોય ત્યારે મેડિકલ સાયન્સ અને સહાનુભૂતિપૂર્ણ કાળજી બંને સાથે મળીને શ્રેષ્ઠ પરિણામો લાવી શકે છે. 90 વર્ષની વયે તેઓ આત્મવિશ્વાસ સાથે પગલા ભરતા થઇ ગયા છે એ જ અમારી મહેનતનું સાચું ફળ છે.”
મૈરિંગો એશિયા હોસ્પિટલ્સના ફાઉન્ડિંગ મેમ્બર, મેનેજિંગ ડિરેક્ટર અને ગૃપ સીઇઓ, ડૉ. રાજીવ સિંઘલે, જણાવ્યું કે અમે વારંવાર જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં વિશ્વસ્તરિય પરિણામો અને અદ્વિતીય કુશળતાથી ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરીએ છીએ. શ્રીમતી દવેનુ સાજા થવુ એ બતાવે છે કે અમે કઈ રીતે પડકારજનક પરિસ્થિતિઓમાં પણ ઉચ્ચસ્તરીય પરિણામો આપી શકીએ છીએ. અમે અમારી ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિસ્તારી રહ્યા છીએ અને સેન્ટર ઑફ એક્સેલન્સ ઉભું કરી રહ્યા છીએ. જેથી દરેક દેશમાં દર્દીઓને સમાન ગુણવત્તાવાળી સારવાર, અને દર્દી-પ્રથમના અભિગમનો લાભ મળી શકે. ભારતના સૌથી વિશ્વસનીય હેલ્થકેર બ્રાન્ડ્સમાંથી એક એટલે મૈરિંગો એશિયા હોસ્પિટલ્સ, અમારી મેડિકલ વેલ્યુ દ્વારા દેશો વચ્ચે એક આરોગ્ય સેતુ ઉભું કરી રહ્યા છીએ – જેથી ભારત ઓર્થોપેડિક કાળજી માટે વૈશ્વિક ધોરણે પ્રથમ પસંદગી બની શકે"

