Sensex today: બેન્ક અને રિયલ્ટી શેરોમાં લેવાલીના ટેકે સેન્સેક્સ 329 પોઈન્ટ વધ્યો અને નિફ્ટી 25285 પર બંધ

Sensex today: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. ફાર્માસ્યુટિકલ અને બેંકિંગ શેરોમાં મજબૂત ખરીદીને કારણે નિફ્ટી 104 પોઈન્ટ વધીને 25,285 પર અને સેન્સેક્સ 329 પોઈન્ટ વધીને 82,501 પર બંધ થયો. નિફ્ટીએ ઇન્ટ્રાડે 25,300ના આંકને પાર કર્યો, જે લગભગ એક મહિનામાં તેનું ઉચ્ચતમ સ્તર છે. દરમિયાન, યુએસ સેનેટ દ્વારા બાયોસિક્યોર એક્ટને મંજૂરી આપવામાં આવતા ફાર્માસ્યુટિકલ શેરોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ, ઘણા શેરોમાં 4-6%નો ઉછાળો આવ્યો.
વૈશ્વિક બજારોના સુસ્ત સંકેતો બાદ પણ ભારતીય શેરબજારો શુક્રવારે (10 ઓક્ટોબર) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં બજાર ફ્લેટ ખુલ્યા, પરંતુ તે સુધારા સાથે બંધ રહ્યા. જાહેર અને ખાનગી બેંકિંગ શેરો તેમજ રિયલ્ટી શેરોમાં ખરીદીએ બજારને ટેકો આપ્યો. વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી કરવાથી રોકાણકારોનો વિશ્વાસ પણ વધ્યો છે. જોકે, બજારમાં યુએસ ટેરિફની અસર અંગે ચિંતાઓ હજુ પણ પ્રવર્તી રહી છે.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 50 પોઈન્ટથી વધુ ઘટીને 82,075.45 પર ખુલ્યો. શરૂઆતના સત્ર પછી ઇન્ડેક્સનો ઘટાડો ઝડપી બન્યો અને ૮૨,૦૭૨ પર સરકી ગયો. જોકે, પાછળથી તે લીલા સ્તર પર પાછો ફર્યો. અંતે તે 328.72 પોઈન્ટ અથવા 0.40 ટકાના વધારા સાથે 82,500.82 પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી50 25,167.65 પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 25,156.85 ના ઇન્ટ્રાડે નીચા સ્તરે અને 25,330.75ના ઇન્ટ્રાડે ઉચ્ચ સ્તરે પહોંચ્યો. અંતે તે 103.55 પોઈન્ટ અથવા 0.41 ટકા ઘટીને 25,285.35 પર બંધ થયો.
એનરિચ મનીના સીઈઓ પોનમુડી આરએ જણાવ્યું હતું કે, “સ્થાનિક અને વૈશ્વિક પરિબળોના મિશ્રણથી આ અઠવાડિયે બજારોને તેમની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ મળી. આનાથી નિફ્ટી 50 ને 25,300 ના સ્તરને ફરીથી પ્રાપ્ત કરવામાં મદદ મળી. નવેમ્બરની સમયમર્યાદા પહેલા ભારત-યુએસ વેપાર સોદાની શક્યતા અંગે નવી આશાઓ અને મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો થવાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો. તેમણે કહ્યું કે સ્થાનિક સ્તરે મેક્રોઇકોનોમિક સૂચકાંકોમાં સુધારો થવાથી રોકાણકારોનો વિશ્વાસ પણ વધ્યો છે. જીએસટી સુધારાઓને કારણે તહેવારોની મોસમની શરૂઆતમાં આરબીઆઇ દ્વારા સક્રિય પગલાં, ક્રેડિટ ફ્લોમાં સુધારો અને ગ્રાહક માંગમાં વધારો થવાથી આને ટેકો મળ્યો હતો. આ બધા પરિબળોએ મળીને બજારના માળખાકીય વલણને વધુ મજબૂત બનાવ્યું અને તેજીનું સેન્ટિમેન્ટ જાળવી રાખ્યું.
ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સના શેરોમાં એસબીઆઇના શેરમાં વધારે તેજી જોવા મળી હતી. તે 2 ટકાથી વધુ વધ્યો. મારુતિ સુઝુકી, એક્સિસ બેંક, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ અને એટરનલ જેવા મુખ્ય શેરોમાં પણ 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ, ટાટા સ્ટીલમાં 1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે ટીસીએસીના શેર પણ બીજા ક્વાર્ટરના પરિણામો પછી એક દિવસમાં 1 ટકા ઘટીને બંધ થયા.
વ્યાપક સૂચકાંકોમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સનો સમાવેશ થાય છે, જે 0.4 ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.6 ટકા વધ્યો હતો. એકંદરે બજાર સેન્ટિમેન્ટ હકારાત્મક રહ્યું. આશરે 2,480 શેર વધ્યા હતા, જ્યારે 1,700 શેર ઘટ્યા હતા. ક્ષેત્રીય કામગીરીની દ્રષ્ટિએ, એનએસઇ હેલ્થકેર અને બેંકિંગ સૂચકાંકો 1 ટકા સુધી વધ્યા હતા, જ્યારે ઓટો અને કેપિટલ ગુડ્સ ક્ષેત્રો પણ 0.5 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
વૈશ્વિક બજારો
વોલ સ્ટ્રીટને પગલે એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચીનનો સીએસઇ 300 ઇન્ડેક્સ 1.08 ટકા, હોંગકોંગનો હેંગ સેંગ 0.85 ટકા અને જાપાનનો નિક્કી 0.63 ટકા ઘટ્યો. જોકે, રજાઓ પછી ખુલ્યા પછી દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.81 ટકા વધ્યો.
અમેરિકી શેરબજારો પોતાના હાલના વિક્રમી સ્તરથી નીચે ઉતરી ગયા હતાં. શટડાઉન દરમિયાન નવા ડેટા કે ઉત્પ્રેરકના અભાવ વચ્ચે રોકાણકારોએ કમાણી પહેલા પોતાની સ્થિતિ મજબૂત કરી. એસ&પી 500 0.28 ટકા ઘટ્યો. નાસ્ડેક 0.08 ટકા ઘટ્યો અને ડાઉ જોન્સ 0.52 ટકા ઘટ્યો.
આજે બજારમાં તેજી રહેવાના કારણો
(1) ટીસીએસના પરિણામોએ સેન્ટિમેન્ટને વેગ આપ્યો: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) એ 2026ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે નફામાં 1.4%નો વધારો નોંધાવ્યો, જે વાર્ષિક ધોરણે રૂપિયા 12,075 કરોડ થયો. આવક રૂપિયા 65,799 કરોડ હતી. પરિણામો અપેક્ષાઓ સાથે સુસંગત હતા, જેનાથી આઇટી ક્ષેત્રમાં વિશ્વાસ પાછો આવ્યો.
ટીસીએસના શેરમાં થોડો ઘટાડો થયો હતો, જ્યારે ઇન્ફોસિસ અને વિપ્રો જેવા તેના સાથીદારોમાં 1% સુધીનો વધારો થયો હતો. મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે, "ટીસીએસનું મૂલ્યાંકન આકર્ષક છે. અમે રૂપિયા 3,500 નું લક્ષ્ય રાખી રહ્યા છીએ, જે લગભગ 15% ની સંભવિત વૃદ્ધિ સૂચવે છે."
(2) 2. આઇપીઓના રિફંડથી બજારમાં નાણાકીય તરલતા પાછી આવી - તાજેતરના તેજીનું મુખ્ય કારણ આઇપીઓ બજારમાંથી ભંડોળનું વળતર છે. રૂપિયા 15,512 કરોડના ટાટા કેપિટલનો આઇપીઓ અને રૂપિયા 11,607 કરોડના એલ.જી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા આઇપીઓ બંનેને જોરદાર પ્રતિસાદ મળ્યો. LGનો ઇશ્યૂ 54 વખત સબસ્ક્રાઇબ થયો હતો. હવે, આ આઇપીઓમાંથી રિફંડ રોકાણકારોના ખાતામાં પાછા આવવા લાગ્યા છે, જેનાથી બજારમાં નવી લિક્વિડિટી આવી રહી છે. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના વી.કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર, "આઇપીઓ બજારની ગરમી અને રિફંડ દ્વારા ઉત્પન્ન થતી લિક્વિડિટીએ બજારને ઊંચું ખસેડ્યું છે."
૩. ટ્રમ્પ-મોદી વાટાઘાટોથી વેપાર કરારની આશા જાગી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી અને "વેપાર વાટાઘાટોમાં પ્રગતિ" ની સમીક્ષા કરી. આનાથી બંને દેશો વચ્ચે સંભવિત કરારની આશા જાગી છે. ટ્રમ્પે અગાઉ ભારતીય માલ પર આયાત જકાત ૫૦% સુધી વધારી દીધી હતી. હવે, જો કોઈ કરાર થાય છે, તો તે ભારતીય બજાર માટે સકારાત્મક સંકેત હશે. વધુમાં, અમેરિકાએ સંકેત આપ્યો છે કે ભારત ભવિષ્યમાં રશિયન કરતાં વધુ અમેરિકન તેલ ખરીદશે.
4. વિદેશી રોકાણકારો દ્વારા સતત ખરીદી - છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી એફઆઇઆઇ બજારમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા છે. વિદેશી ભંડોળના આ પ્રવાહથી સેન્ટિમેન્ટમાં વધારો થયો છે. વિશ્લેષકો કહે છે કે ગાઝા સંઘર્ષ પર શાંતિ કરાર અને યુએસ-ભારત વેપાર વાટાઘાટોથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. જિયોજીતના વિજયકુમારે જણાવ્યું હતું કે, "શોર્ટ પોઝિશન હજુ પણ ઊંચી છે, તેથી શોર્ટ કવરિંગ બજારને વધુ ઉપર લઈ જઈ શકે છે."
5. બેંક શેરોમાં ઉછાળો - બેંક શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. બેંક નિફ્ટી 56,500ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરીને 56,548 પર પહોંચ્યો. લગભગ બધા બેંક શેર લીલા નિશાનમાં હતા. એસબીઆઇ, પીએનબી, એક્સિસ બેંક અને કેનેરા બેંક 1%થી વધુ વધ્યા.
કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણના મતે, "જ્યાં સુધી નિફ્ટી 25,000થી ઉપર છે અને સેન્સેક્સ 81,700 થી ઉપર છે, ત્યાં સુધી અપટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. જો નિફ્ટી 25,250 ને પાર કરે છે, તો આગામી લક્ષ્ય 25,500 હોઈ શકે છે."
બજારમાં હવે પછી શું-
ટેકનિકલી જોઇએ તો , બજારની ચાલ હવે 25,000 પર સપોર્ટ અને 25,350-25,500 પર પ્રતિકાર વચ્ચેની રેન્જમાં રહેશે. વિશ્લેષકો માને છે કે જ્યાં સુધી IPOમાંથી વિદેશી રોકાણ અને ભંડોળનો પ્રવાહ ચાલુ રહેશે ત્યાં સુધી સેન્ટિમેન્ટ હકારાત્મક રહેશે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. ફાર્માસ્યુટિકલ અને બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદીને કારણે નિફ્ટી 104 પોઈન્ટ વધીને 25,285 પર અને સેન્સેક્સ 329 પોઈન્ટ વધીને 82,501 પર બંધ થયો.
નિફ્ટીએ ઇન્ટ્રાડે 25,300ના આંકને પાર કર્યો, જે લગભગ એક મહિનામાં તેનું ઉચ્ચતમ સ્તર છે. દરમિયાન, યુએસ સેનેટ દ્વારા બાયોસિક્યોર એક્ટને મંજૂરી આપવામાં આવતા ફાર્માસ્યુટિકલ શેરોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ, ઘણા શેરોમાં 4-6%નો ઉછાળો આવ્યો.
આજે બજારના ઉછાળાનું સૌથી મોટું કારણ શું હતું?
શુક્રવારે બજારમાં વ્યાપક ખરીદી જોવા મળી, ખાસ કરીને ફાર્માસ્યુટિકલ, બેંકિંગ અને રિયલ્ટી ક્ષેત્રોમાં. ફાર્મા શેરોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો કારણ કે, યુએસ સેનેટે બાયોસિક્યોર એક્ટને મંજૂરી આપી, જેનાથી ભારતીય સીડીએમઓ અને એપીઆઈ કંપનીઓ જેમ કે સિન્જીન, લૌરસ લેબ્સ અને ડિવી'સ લેબને ફાયદો થશે. કેબિનેટ એપોઇન્ટમેન્ટ કમિટીએ એસબીઆઈમાં ખાનગી ક્ષેત્રના એમડીની નિમણૂકને મંજૂરી આપી, જેના કારણે પીએસયુ બેંકના શેરમાં ખરીદીનું વલણ વધ્યું.

