Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Know these rules before filing itr

ITR FILING / ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં પહેલા તેના નિયમો જાણી લો, રિફંડમાં નહીં પડે કોઈ તકલીફ

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ITR FILING / ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં પહેલા તેના નિયમો જાણી લો, રિફંડમાં નહીં પડે કોઈ તકલીફ

કરદાતાઓને તેમના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો સમય આવી ગયો છે. ટૂંક સમયમાં નાણાકીય વર્ષ 2023-24 (AY2024-25) માટે તમારું ITR (ઈન્કમ ટેક્સ રિટર્ન) ઈ-ફાઇલિંગ પોર્ટલ પર સબમિટ કરવાનું રહેશે. પરંતુ તેના માટે તમારે કેટલીક સાવધાની રાખવી પડશે, જેથી કરીને તમારાથી કોઈ ડ્યૂ ડેટ નીકળી ન જાય. અથવા તો તમારી કોઈ ભૂલના કારણે તમારું ટેક્સ રિફંડ ચૂકી ન જાવ. તો આવો તેના માટે કેટલીક મહત્ત્વની બાબતો જાણીએ, જેનાથી તમારા માટે ITR ફાઇલ કરવાનું સરળ બની જાય.

App Store

ITR ફાઇલ કરવાના ફાયદા શું છે?

સૌથી પહેલી વાત કે ટેક્સ રિટર્ન ફાઇલ કરવું એ તમારી ફરજ છે અને તેના દ્વારા તમે દેશના વિકાસ માટે સહભાગી બનો છો. બીજું કે તેનાથી તમારી નાણાકીય ક્રેડિટ તૈયાર કરે છે, તેમજ તમે કેટલાક અન્ય ફાયદાઓ મેળવી આને તમે ઘણા લાભો મેળવી શકો છો.

જો તમે રિટર્ન ફાઇલ નહીં કરો, તો શું તમારે દંડ ભરવો પડશે?

જો તમે ડ્યૂ ડેટ પહેલા ટેક્સ નહીં ભરો તો તમારે 5,000 રૂપિયા સુધીની લેટ ફી ચૂકવવી પડશે. તેમજ જો તમારી કુલ આવક 5 લાખ રૂપિયાથી વધારે ન હોય તો તમારે માત્ર 1,000 રૂપિયા ચૂકવવા પડશે.

શું ડ્યૂ ડેટ પછી પણ રિટર્ન ફાઇલ કરી શકાય છે?

જો નિયત તારીખ પહેલા રિટર્ન ફાઇલ કરવામાં ન આવે તો તેને બિલેટેડ રિટર્ન કહેવાય છે. તમે ડ્યૂ ડેટ પછી પણ રિટર્ન ફાઇલ કરી શકો છો, પરંતુ તેના માટે જે તે સંબંધિત એસેસમેન્ટ વર્ષ પૂરું થાય તેના 3 મહિના પહેલા અથવા એસેસમેન્ટટના અંત પહેલા (જે પહેલા આવે ત્યા સુધી ફાઇલ કરવું જરૂરી છે. જો કે, તમે આ રીતે લેટ રિટર્ન ફાઇલ કરો છો તો તમારે લેટ ફી ચૂકવવી પડશે. તમે અપડેટેડ રિટર્ન પણ ફાઇલ કરી શકો છો. આ સંબંધિત એસેસમેન્ટ વર્ષ પુરા થવાના 24 મહિનાની અંદર જમા કરી શકાય છે.

જો તમે કરપાત્ર આવકની કેટેગરીમાં આવતા નથી અને તમે મોડું ફાઇલ કરી રહ્યાં છો, તો શું તમારી પાસેથી લેટ ફી લેવામાં આવશે?

ના, જો તમે કરપાત્ર આવકની કેટેગરીમાં આવતા નથી અને નિયત તારીખ પછી સ્વૈચ્છિક રીતે ITR ફાઇલ કરી રહ્યાં છો, તો તમારી ઉપર દંડ નહીં લાગે.

શું ITR ફાઇલ કરવા માટે PAN કાર્ડના બદલે આધાર અથવા આધારને બદલે PAN નો ઉપયોગ કરી શકાય?

વર્તમાન સમયના નિયમો મુજબ, તમે તમારી આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે PAN અને આધાર બંનેનો એકબીજાના બદલે ઉપયોગ કરી શકો છો. એટલે કે તમે PANને બદલે આધારકાર્ડ અથવા આધારકાર્ડના બદલે PAN કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

શું તમારે ITR ફાઇલ કરતી વખતે કોઈ ડોક્યુમેન્ટ આપવા પડશે?

તમારે ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. જો કે, કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવે તો તમારે આવક અને રોકાણ અંગેના પુરાવા, ટેક્સ સ્ટેટમેન્ટ અને છેલ્લે તમારી પર્સનલ માહિતી આપવી પડશે.

શું ફોર્મ 16 વગર ITR ફાઇલ કરી શકાય?

ફોર્મ 16 પગારદાર વ્યાવસાયિકો માટે ITR ફાઇલ કરવા માટે જરૂરી ફોર્મ છે, જેમાં કર્મચારીના પગાર વિશે સંપૂર્ણ માહિતી સામેલ હોય છે. આ પહેલા કરદાતાઓને ફોર્મ 16 વગર ટેક્સ ભરવામાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે તેઓ ફોર્મ 16નો સંદર્ભ લીધા વિના પણ ITR ફાઇલ કરી શકશે.

જો તમને આ વર્ષે નુકસાન થયું હોય તો શું ITR ફાઇલ કરવું જરૂરી છે?

જો તમને આ નાણાકીય વર્ષમાં નુકસાન થયું હોય તો તમે આ નુકસાનને આગામી વર્ષના પ્રોફિટ સાથે આગળ વધારીને એડજેસ્ટ કરી શકો છો. તેના માટે તમારે ડ્યૂ ડેટ પહેલાં ITR ફાઇલ કરતી વખતે નુકસાનનો દાવો કરવો પડશે.