મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 74,900ની નીચે, નિફ્ટીમાં પણ ઘટાડો

ગઈકાલે ઈદની રજા હોવાથી શેર માર્કેટ બંધ હતું. આજે ભારતીય શેરબજારની મુવમેન્ટ ધીમી છે અને માર્કેટની

શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 74,900ની નીચે, નિફ્ટીમાં પણ ઘટાડો

ગઈકાલે ઈદની રજા હોવાથી શેર માર્કેટ બંધ હતું. આજે ભારતીય શેરબજારની મુવમેન્ટ ધીમી છે અને માર્કેટની શરૂઆત સુસ્ત રહી છે. PSU બેન્ક ઈન્ડેક્સમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેના કારણે બેન્ક શેર્સમાં નબળાઈ જોવા મળી રહી છે જે બજારને નીચે ખેંચી રહ્યું છે. સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગનું વર્ચસ્વ છે અને સ્મોલકેપ-મિડકેપ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ ઈન્ડેક્સ, ફાર્મા ઈન્ડેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટર, આઈટી સેક્ટર અને બેન્કિંગ સેક્ટર પર દબાણના કારણે માર્કેટમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી અને તે હજુ પણ ઘટાડા પર છે.

શેરબજારની શરૂઆત કેવી રહી?

આજે BSE સેન્સેક્સ 148.51 પોઈન્ટ્સના ઘટાડા સાથે 74,889 ના સ્તર પર ખુલ્યો છે અને NSE નિફ્ટી 76.40 પોઈન્ટ્સ તૂટીને 22,677ના સ્તર પર ખુલ્યો છે.

સેન્સેક્સના શેરની શું હાલત છે?

BSE સેન્સેક્સના 30 શેરમાંથી 11 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 19 શેરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બજારના ટોપ ગેઇનર્સમાં NTPC 2.68 ટકા, ટાટા મોટર્સ 1.27 ટકા, L&T 0.66 ટકા, નેસ્લે 0.56 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.36 ટકા પર ટ્રેડ કરી રહ્યાં છે. આ સિવાય આજે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં સન ફાર્મા 1.50 ટકા તૂટ્યો છે. મારૂતિ 1.28 ટકા, JSW સ્ટીલ 1.22 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક લગભગ એક ટકા અને એશિયન પેઇન્ટ્સ 0.85 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે.

નિફ્ટીના કયા શેરોમાં મુવમેન્ટ છે

NSE નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 17 શેર વધી રહ્યા છે અને 33 શેરો ઘટી રહ્યા છે. નિફ્ટીના સૌથી વધુ વધતા શેરોમાં NTPC, ટાટા મોટર્સ, DVZ લેબ્સ, કોલ ઈન્ડિયા અને નેસ્લેના નામ દેખાઈ રહ્યા છે. સન ફાર્મા, જેએસડબલ્યુ સ્ટીલ, મારૂતિ, શ્રીરામ ફાઇનાન્સ અને ગ્રાસિમના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.

BSE શેરનું માર્કેટ કેપિટલાઇઝેશન

BSEનું માર્કેટ કેપ રૂ. 402.56 લાખ કરોડ થઈ ગયું છે અને હાલમાં BSE પર 3067 શેરનો વેપાર થઈ રહ્યો છે. તેમાંથી 1624 શેર વધી રહ્યા છે અને 1301 શેર ઘટી રહ્યા છે જ્યારે 142 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે. 103 શેરમાં અપર સર્કિટ અને 51 શેરમાં લોઅર સર્કિટ છે. 89 શેરો એવા છે જે 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે અને 6 શેર એક વર્ષના લોઅર લેવલે ટ્રેડ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો