Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Inflation hit? Crude oil prices surge by 93% in 15 days, rising from $70 to $137

મોંઘવારીનો માર? 15 દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 93%નો તોતિંગ વધારો,  70 ડોલરથી વધી 137 ડોલર

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
મોંઘવારીનો માર? 15 દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 93%નો તોતિંગ વધારો,  70 ડોલરથી વધી 137 ડોલર
સોર્સ : AI

નવી દિલ્હી : મધ્યપૂર્વના યુદ્ધના કારણે ભારતના ઓઇલના પુરવઠા જ નહીં માંગ સામે પણ મોટું જોખમ સર્જાયું છે. અમેરિકા-ઇઝરાયેલે ૨૮મીએ ઇરાન પર હુમલો કર્યો તેના અગાઉના દિવસે ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલર હતો. હવે તે યુદ્ધના લીધે 13 માર્ચ સુધીમાં 93 ટકા વધીને પ્રતિ બેરલ 137 ડોલરને સ્પર્શીને 127 ડોલર પર બંધ આવ્યો હતો. 

App Store

ભારત તેની ક્રૂડ ઓઇલની જરુરિયાતોના 88  ટકાની આયાત કરે છે ત્યારે ઊંચો ભાવ તેને મોટો ફટકો મારી શકે છે. આ સિવાય નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે. જો યુદ્ધ જારી રહ્યુ તો વર્તમાન સપ્તાહના અંતે ભારતનીય ક્રૂડ બાસ્કેટનો ભાવ પ્રતિ બેરલ 142 ડોલરને આંબી જાય તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. 

અહીં તે યાદ રાખવું જરુરી છે કે યુદ્ધમાં  સંડોવાયેલા ઇરાને તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 200 ડોલરની ઉપર જાય તેની ચેતવણી આપી દીધી છે. આ ઊંચા ભાવના કારણે સ્થાનિક ઓઇલ રિફાઇનરો એચપીસીએલ, બીપીસીએલ, આઇઓસી અને રિલાયન્સથી લઈને બધી રીફાઇનરીઓના નફા માર્જિન પર અસર પડી શકે છે.અમેરિકા જેવા દેશમાં ક્રૂડ ઓઇલના ભાવમાં કોઈપણ પ્રકારનો આંતરરાષ્ટ્રીય ભાવવધારો સીધો ગ્રાહકો પર પસાર કરી દેવામાં આવે છે, પરંતુ ભારત જેવા દેશમાં તેવું થતું નથી. સરકાર આટલા ભાવ વધવા છતાં પણ ૩૧ માર્ચ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરે તેવી સંભાવના હાલમાં લાગતી નથી. 

અહીં તે યાદ રાખવું જરૂરી છે કે 2008 માં પણ સબપ્રાઇમ કટોકટી વખતે યુપીએ સરકાર હતી તે સમયે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 150  ડોલરની નજીક એટલે કે 147 ડોલર પર પહોંચી ગયો હતો. સરકારે તે સમયે ઓઇલ કંપનીઓને 1.5 લાખ કરોડનો આઇલ બોન્ડ જારી કરીને પ્રજાને મોંઘવારીના મારમાંથી બચાવી લીધી હતી. તે સમયે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 50 થી 60 રૂપિયાની વચ્ચે હતો.

અમેરિકામાં ડીઝલનો ભાવ પ્રતિ ગેલન પાંચ ડોલરને વટાવી ગયો

ન્યૂયોર્ક : અમેરિકામાં રિટેલ ડીઝલનો સરેરાશ ભાવ સામવારે પ્રતિ ગેલન પાંચ ડોલરને વટાવી ગયો હતો, જ્યારે પેટ્રોલનો ભાવ ૩.૭૬ ડોલરની નજીક છે અને ચાલુ સપ્તાહમાં તે પણ ચાર ડોલરને વટાવી જાય તેમ મનાય છે.મધ્યપૂર્વના યુદ્ધના કારણે ઇન્ડસ્ટ્રીયલ ફ્યુઅલ મનાતા ડીઝલનો પુરવઠો થંભી ગયો છે. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ડીઝલના ઊંચા ભાવ વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિમાં નરમાઈ લાવી શકે છે. તેનું કારણ એ છે કે ઇંધણના ઊંચા ભાવનો બધો ખર્ચ ઉત્પાદન ખર્ચથી લઈને તેના નૂરભાડા સહિતનો બધો ખર્ચ ગ્રાહકો પર પસાર કરવામાં આવશે. અમેરિકા-ઇરાન યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે.