Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Indian Cybercrime Coordination Center raises objection! Google ordered to remove ads

BUSINESS: ઈન્ડિયન સાઈબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરે ઉઠાવ્યો વાંધો! Googleને એડ્સ કાઢવાનું આપ્યું ફરમાન, જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 10 Dec 2025
લાઇવ ટીવીGoogle News
BUSINESS: ઈન્ડિયન સાઈબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરે ઉઠાવ્યો વાંધો! Googleને એડ્સ કાઢવાનું આપ્યું ફરમાન, જાણો શું છે કારણ
સોર્સ : GSTV

ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા ગૂગલને અંદાજે 15 એડ્સ કાઢવા માટેનું ફરમાન આપવામાં આવ્યું છે. ગૂગલના એડ્સ ટ્રાન્સપરન્સી પ્લેટફોર્મ પર કેટલીક એડ્સ એવી છે જેની સામે સાઇબરક્રાઇમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એના પર કેટલાક એડવર્ટાઇઝર્સના પેજ છે જેના પર વર્ક-ફ્રોમ-હોમની સ્કીમ હેઠળ પેન્સિલ પેકિંગના કામની એડ આપવામાં આવી છે. આ ઓફરને કાઢવા માટે 28 નવેમ્બરે તેમને નોટિસ મોકલવામાં આવી હતી. આ એડને નોટિસ એટલા માટે પણ મોકલવામાં આવી હતી કારણ કે તેમાં હિન્દુસ્તાન પેન્સિલ પ્રાઇવેટ લિમિટેડનું નામ આપવામાં આવ્યું હતું, પરંતુ એ કંપની દ્વારા કોઈ એડ્સ આપવામાં નહોતી આવી.

App Store

એડ્સમાં શું કહેવામાં આવી રહ્યું હતું?

આ એડ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે યુઝર દ્વારા વર્ક-ફ્રોમ-હોમ કરી શકાશે અને તેમને મહિનાના 30,000થી 40,000 રૂપિયાનો પગાર ચૂકવવામાં આવશે. આ એક ખોટી એડ હતી. જેના દ્વારા લોકોને આકર્ષવામાં આવી રહ્યાં હતાં અને ત્યાર બાદ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આથી તે એડ માટે ગૂગલને નોટિસ મોકલવામાં આવી હતી.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાનો ભંગ

ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ એડ્સ દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2,000નો અને ભારતીય ન્યાય સંહિતાનો પણ ભંગ કરવામાં આવ્યો છે. આથી સરકારી એજન્સી અનુસાર આ નિયમોનું ભંગ થતાં ગૂગલને નોટિસ મોકલવામાં આવી હતી. એમાં એડ્સને 36 કલાકની અંદર કાઢી નાખવા માટે સૂચના આપવામાં આવી હતી.

નાણાકીય છેતરપિંડી કરવામાં આવતી હતી

ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની એડ્સ દ્વારા લોકોને આકર્ષવામાં આવતાં હતાં. ત્યાર બાદ તેમની પાસે રજિસ્ટ્રેશનના નામે પૈસા પડાવી લેવામાં આવતાં હતાં. આ સાથે જ મોટી મોટી કંપનીઓના નામનો ઉપયોગ કરીને લોકોને લોભવવામાં આવતાં હતાં. આથી એ એડ્સ પર કોઈ પણ પ્રકારનું રિસ્પોન્ડ કરવાની સાઇબરક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા ના પાડવામાં આવી હતી.