Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : IMF's warning to India: 'Petrol-diesel prices must be increased, otherwise

IMFની ભારતને મોટી ચેતવણી: 'પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર પડશે ગંભીર અસર'

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
IMFની ભારતને મોટી ચેતવણી: 'પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર પડશે ગંભીર અસર'
સોર્સ : gstv

Petrol Diesel Price News: અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ દરમિયાન આઇએમએફ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના એશિયા પેસિફિક વિભાગના ડિરેક્ટર કૃષ્ણ નિવાસને જણાવ્યું છે કે ભારત સરકારે વહેલા કે મોડા ભાવ વધારવા જ પડશે, જો નહીં વધારે તો અર્થતંત્ર પર અસર પડશે. તેની વચ્ચે ભારત સરકારે ભાવમાં વધારો નહી કરવાનું રટણ જારી રાખ્યું છે.

App Store

તેમનું કહેવું છે કે ભારતે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવા પર ધ્યાન આપવું પડશે. તેમણે જણાવ્યું હતું કે જો ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો હોવા છતાં તેના ભાવમાં વધારો કરવામાં ન આવ્યો તો તેની સીધી અસર બજાર પર પડશે. તેમણ એમ પણ જણાવ્યું હતું કે જો ખાતરની કિંમત ઘટાડવામાં આવે તો લોકોના ખિસ્સા પર ઓછી અસર પડશે.

ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલતા તનાવના લીધે ક્રૂડ ઓઇલના પુરવઠા પર અસર પડી છે. તેના લીધે ક્રૂડની કિંમત સતત વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 110 ડોલર ઉપર ટ્રેડ થઈ રહી છે. ૩૦ એપ્રિલ સુધી ભારતના ક્રૂડ બાસ્કેટ પ્રતિ બેરલ 118.70 ડોલરના હિસાબે ચાલી રહ્યું હતું. 

મધ્યપૂર્વનો તનાવ ફેબુ્રઆરી 2026થી ચાલી રહ્યો છે. તેના કારણે ફક્ત પેટ્રોલ-ડીઝલ જ નહીં કોમર્સિયલ અને ગેસના બાટલાના ભાવમાં પણ વધારો થયો છે. ફક્ત એટલું જ નહીં દેશભરના લોકો તેની કમીનો સામનો કરી રહ્યા છે. આવામાં આઇએમએફ તરફથી આવેલું નિવેદન ઊંઘ ઉડાડી દેનારું છે.