Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Historic fall in gold and silver prices! Silver suddenly drops by ₹11,000, know the reason

સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો! સિલ્વરમાં એકઝાટકે ₹11,000નો ધરખમ ઘટાડો, જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો! સિલ્વરમાં એકઝાટકે ₹11,000નો ધરખમ ઘટાડો, જાણો શું છે કારણ
સોર્સ : GSTV

ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. રોકાણકારોમાં ભારે નફાખોરી અને વૈશ્વિક બજારની અસરોને કારણે કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે.

App Store

સોના અને ચાંદીના ભાવમાં થયેલો ઘટાડો નીચે મુજબ છે

ચાંદી (Silver) - MCX (03-Jul-26):

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹2,91,102 પ્રતિ કિલો

આજનો ઓપન ભાવ (Open): ₹2,80,000 પ્રતિ કિલો

આજનો નીચો ભાવ (Low): ₹2,79,458 પ્રતિ કિલો

વર્તમાન ભાવ : ₹2,81,666

કુલ ઘટાડો: અગાઉના બંધ ભાવથી અંદાજે ₹9,436 (-3.24%) નો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે ઉચ્ચ સ્તરથી આ કડાકો ₹11,644 સુધી પહોંચ્યો છે.

સોનું (Gold) - MCX (05-Jun-26)

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,61,978 પ્રતિ 10 ગ્રામ

આજનો ઓપન ભાવ (Open): ₹1,60,790 પ્રતિ 10 ગ્રામ

આજનો નીચો ભાવ (Low): ₹1,60,261 પ્રતિ 10 ગ્રામ

વર્તમાન ભાવ : ₹1,60,336

કુલ ઘટાડો: અગાઉના બંધ ભાવથી અંદાજે ₹1,642 (-1.01%) નો ઘટાડો નોંધાયો છે, જે દિવસ દરમિયાનના ઉચ્ચ સ્તરથી જોતા ₹1,717 સુધીનો કડાકો દર્શાવે છે.

કડાકાનું કારણ શું? 

સોના-ચાંદીના ભાવમાં આ ભીષણ ઘટાડા પાછળ મુખ્યત્વે રોકાણકારો દ્વારા કરવામાં આવેલી પ્રોફિટ બુકિંગ જવાબદાર છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે અમેરિકા અને ચીન વચ્ચેની વાતચીત તથા પર્શિયન ગલ્ફમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. ડોલરની મજબૂતી અને ભારતીય બજારમાં આયાત જકાતમાં ફેરફારની અસરો પણ આ કિંમતો પર જોવા મળી રહી છે.