મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

HDFC બેંકના ગ્રાહકો માટે કામના સમાચાર, MCLRમાં ફેરફાર કરતા EMIનો બોજ ઓછો થશે

ભારતીય રિઝર્વ બેંક(RBI) દ્વારા સતતા આઠમી બેઠકમાં રેપોરેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે આ સ્થિતિ વચ્ચે ખાનગી ક્ષે

HDFC બેંકના ગ્રાહકો માટે કામના સમાચાર, MCLRમાં ફેરફાર કરતા EMIનો બોજ ઓછો થશે

ભારતીય રિઝર્વ બેંક(RBI) દ્વારા સતતા આઠમી બેઠકમાં  રેપોરેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે આ સ્થિતિ વચ્ચે ખાનગી ક્ષેત્રની મોટી બેંક HDFCના ગ્રાહકો માટે કામના સામાચાર સામે આવ્યા છે. એચડીએફસી બેંકે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં ફેરફાર કર્યો છે. જેના પગલે તમામ પ્રકારની લોન જેવી કે હોમ લોન, કાર સહિતની લોનના વ્યાજ દરોમાં ફેરફાર થશે. ગ્રાહકો પર EMIનો બોજ ઓછો થશે. નવા દરો 7 જૂનથી લાગુ થઈ ગયા છે. બેંકનો MCLR 8.95 ટકાથી 9.35 ટકાની વચ્ચે છે.

HDFC બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં ફેરફાર કર્યો છે. બેંકના એક મહિનાના MCLRમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે 9 ટકા પર યથાવત છે. જોકે, બેંકનો ત્રણ મહિનાનો MCLR 9.15 ટકા થઈ ગયો છે. છ મહિનાના લોન સમયગાળા માટે MCLR 9.30 ટકા થઈ ગયો છે. MCLR એક વર્ષ અને બે વર્ષ વચ્ચે 9.30 ટકા રહેશે. જેમાં 5 બેસિસ પોઈન્ટનો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંકનો બે વર્ષનો MCLR 9.30 અને ત્રણ વર્ષનો MCLR 9.35 ટકા છે. ત્રણ વર્ષથી વધુ સમયથી MCLRમાં કોઈ ફેરફાર થયો નથી.

RBIએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની મળેલી બેઠકના અંતે એમપીસીએ 6.50 ટકા રેપો રેટ  જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો અને તેને 25 બેસિસ પોઈન્ટ વધારીને 6.50 ટકા કર્યો હતો. ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ સમાચાર શેર કરો