મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

1 ઓગસ્ટથી HDFC બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થશે મોંઘો, જાણો બદલાયેલા નિયમો

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક 1લી ઓગસ્ટ એટલે કે આવતા મહિને તેના ઘણા નિયમોમાં ફેરફાર કરી રહી છે

1 ઓગસ્ટથી HDFC બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થશે મોંઘો, જાણો બદલાયેલા નિયમો

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક 1લી ઓગસ્ટ એટલે કે આવતા મહિને તેના ઘણા નિયમોમાં ફેરફાર કરી રહી છે. જેની સીધી અસર તેના ક્રેડિટ કાર્ડધારક ગ્રાહકો પર પડશે.વાસ્તવમાં, પેટીએમ, ક્રેડ , મોબીક્વિક અને ચેક જેવી થર્ડ પાર્ટી પેમેન્ટ  એપ્લિકેશનો દ્વારા કરવામાં આવતા તમામ રેન્ટલ ટ્રાન્ઝેક્શન પર વ્યવહારની રકમના 1% ચાર્જ કરવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા રૂ.3,000 પ્રતિ ટ્રાન્ઝેક્શન છે.

આ ઉપરાંત, શૈક્ષણિક વ્યવહારો માટે થર્ડ પાર્ટી એપ દ્વારા ચૂકવણી પરનો ચાર્જ પણ વધારીને 1% કરવામાં આવ્યો છે. જો કે, કૉલેજ અથવા સ્કૂલની વેબસાઈટ અથવા તેમના પીઓએસ  મશીનો દ્વારા કરવામાં આવેલા વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ચુકવણીઓ પર કોઈ ફી ચૂકવવાપાત્ર રહેશે નહીં.

ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પર આટલો ચાર્જ

કન્ઝ્યુમર કાર્ડ :  જો તમે પેટ્રોલ-ડીઝલ માટે રૂ. 15000 કરતાં ઓછી ચુકવણી કરો છો, તો તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, જો તમે એક સમયે ઈંધણ માટે રૂ. 15,000થી વધુ ચૂકવો છો, તો તમારે રકમના 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે, જેની મહત્તમ મર્યાદા રૂ.3,000 છે.

આ ઉપરાંત, શૈક્ષણિક વ્યવહારો માટે થર્ડ પાર્ટી એપ દ્વારા ચૂકવણી પરનો ચાર્જ પણ વધારીને 1% કરવામાં આવ્યો છે. જો કે, કૉલેજ અથવા સ્કૂલની વેબસાઈટ અથવા તેમના POS મશીનો દ્વારા કરવામાં આવેલા વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ચુકવણીઓ પર કોઈ ફી ચૂકવવાપાત્ર રહેશે નહીં.

ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પર આટલો ચાર્જ

કન્ઝ્યુમર કાર્ડ : જો તમે પેટ્રોલ-ડીઝલ માટે રૂ. 15000 કરતાં  ઓછી ચુકવણી કરો છો, તો તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, જો તમે એક સમયે ઈંધણ માટે રૂ. 15,000થી વધુ ચૂકવો છો, તો તમારે રકમના 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે, જેની મહત્તમ મર્યાદા રૂ. 3,000 છે.

બિઝનેસ કાર્ડ :  જો તમે પેટ્રોલ પંપ પર ડીઝલ અથવા પેટ્રોલ માટે રૂ.30,000થી ઓછી  ચુકવણી કરો છો, તો તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં, જ્યારે આ રકમથી વધુની ચુકવણી માટે, તમારે 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે, જે  ટ્રાન્ઝેક્શન દીઠ મહત્તમ રૂ.3000 છે.

યુટિલિટી પેમેન્ટ પર આટલો ચાર્જ

HDFC  બેંકના ગ્રાહક કાર્ડધારકોએ રૂ.50,000થી ઓછી કિંમતના યુટિલિટી ટ્રાન્ઝેક્શન માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં, જ્યારે રૂ. 50,000થી વધુના વ્યવહારો માટે રૂ.3,000ની પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદાને આધીન 1 ટકા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવો પડશે.

બેંક બિઝનેસ કાર્ડ દ્વારા યુટિલિટી માટે રૂ.75,000થી ઓછી ચુકવણી પર કોઈ ચાર્જ વસૂલશે નહીં, જ્યારે આનાથી વધુ ચુકવણી પર, ચુકવણી ફી દીઠ 1 ટકા ચૂકવવો પડશે, જેની મહત્તમ મર્યાદા રૂ. 3000 પ્રતિ ચુકવણી. વીમા માટે ચૂકવણી યુટિલિટીની શ્રેણીમાં આવતી નથી, તેથી તેના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઇઝી EMI ઓપ્શન પર આટલી ફી

આ સિવાય, જો તમે કોઈપણ ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોર પર ઇઝી EMI ઓપ્શન સુવિધા મેળવો છો, તો તમારે ચાર્જ ચૂકવવો પડશે. સરકારી નિયમો મુજબ તમામ ફી પર GST  પણ ઉમેરવામાં આવશે.

આ સમાચાર શેર કરો