Gold Silver Price today: સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો 14 ઓગસ્ટે 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Silver Price today: દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે 14મી ઓગસ્ટે સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી. સોનાનો ભાવ 400 પ્રતિ 10 ગ્રામ વધઘી હતી, જ્યારે ચાંદીમાં 1500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘી થઈ. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશન અનુસાર, આ તેજી સ્ટોકિસ્ટની ખરીદી અને વૈશ્વિક માર્કેટમાં મજબૂતીને લીધે આવી છે. મળતી માહિતી અનુસાર, ગુરુવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 1,01,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું, જ્યારે બુધવારે આનો ભાવ 1,01,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. આ રીતે 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત 400 રૂપિયા વધીને 1,01,000 પ્રતિ 10 ગ્રામ તમામ ટેક્સ સહિત થઈ. આ અગાઉ બુધવારે આનો ભાવ 1,00,600 રૂપિયા હતો.
ચાંદીના ભાવમાં પણ તેજી આવી
ચાંદીના ભાવમાં પણ આજે જોરદાર વધારો જોવા મળ્યો હતો. ગુરુવારે ચાંદી 1,500 રૂપિયા વધીને 1,13,500 રૂપિયા પ્રતિ કિલો (બધા ટેક્સ સહિત) પર પહોંચી ગઈ છે.
ભાવ કેમ વધ્યા
મળતી માહિતી અનુસાર, વેપારીઓ અપેક્ષા રાખે છે કે યુએસ ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો કરશે. યુએસ શ્રમ બજાર અને CPI રિપોર્ટે ફુગાવા પર દબાણ ઘટાડ્યું છે, જેણે સોના અને ચાંદીને ટેકો આપ્યો હતો.
બજાર નિષ્ણાતો શું કહે છે
ન્યૂ યોર્કમાં સ્પોટ ગોલ્ડના ભાવ ઔંસ દીઠ USD 3,356.96ના સહેજ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે 90 દિવસના ટેરિફ વિરામ અને આંતરરાષ્ટ્રીય નેતાઓની આગામી વાટાઘાટો સોનાના ભાવમાં વધારો મર્યાદિત કરી શકે છે.તે જ સમયે, ડોલરની નબળાઈથી સોનાને ટેકો મળ્યો છે. જ્યાં સુધી સોનું ઔંસ દીઠ USD 3,280 થી ઉપર રહેશે, ત્યાં સુધી તેની દિશા સકારાત્મક રહેશે. જોકે, વૈશ્વિક બજારમાં સ્પોટ સિલ્વર 0.41 ટકા ઘટીને USD 38.35 પ્રતિ ઔંસ પર આવી ગયું.

