સોના-ચાંદીમાં તેજીનો માહોલ! સોનું ₹1.48 લાખની સપાટીએ, ચાંદીમાં ₹3,215નો તોતિંગ વધારો
Gold and Silver Prices Surge: યુદ્ધના કારણે વૈશ્વિક ઉથલપાથલ તથા શેરબજારમાં અસ્થિ

Gold and Silver Prices Surge: યુદ્ધના કારણે વૈશ્વિક ઉથલપાથલ તથા શેરબજારમાં અસ્થિરતા વચ્ચે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડેટા અનુસાર, આજે 24 કેરેટ સોનાના ભાવમાં 1,283 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનું હવે 1.48 લાખ રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે.
ચાંદીમાં પણ તેજી
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. એક કિલો ચાંદીના ભાવમાં 3,215 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, જેને પગલે હવે 1 કિલો ચાંદીની કિંમત 2.31 લાખ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ચાંદી 2.28 લાખ રૂપિયાના સ્તરે બંધ રહી હતી.
ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ 110 ડોલરને પાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' અને ઊર્જા મથકો પર હુમલાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) 1.4% વધીને 110.60 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જ્યારે યુએસ ક્રૂડ (WTI) 1.8% ના વધારા સાથે 113.60 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો હોર્મુઝનો જળમાર્ગ જલ્દી નહીં ખુલે તો ભાવ હજુ પણ વધી શકે છે.




