Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Free UPI payment system may end: Merchants may charge merchant charges

VIDEO: મફત UPI પેમેન્ટ સિસ્ટમ થઈ શકે છે ખતમ: વેપારીઓ લાગી શકે છે મરચન્ટ ચાર્જ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડિજિટલ પેમેન્ટ કરનારાઓ અને ખાસ કરીને વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં મરચન્ટ્સને કરવામાં આવતા યુપીઆઈ (UPI - Unified Payments Interface) ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગવાનું શરૂ થઈ શકે છે. સરકાર ₹2,000થી વધુ રકમના UPI પેમેન્ટ પર 'મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR - Merchant Discount Rate) અથવા ચાર્જ તરીકે 0.25% થી 0.40% સુધીની ફી વસૂલવાની મંજૂરી આપી શકે છે.

App Store

જોકે, રાહતની વાત એ છે કે એક સામાન્ય વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિના UPI એકાઉન્ટમાં કરાતા પર્સન-ટુ-પર્સન (P2P) ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં.

નાણાં મંત્રીએ સંસદમાં રજૂ કર્યું બિલ

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મળા સીતારામણે સંસદમાં 'ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026' (Taxation and Other Laws Amendment Bill, 2026) રજૂ કર્યું છે. આ બિલમાં બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ (Payment Service Providers) પર ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ્સ પર MDR વસૂલવા અંગે જે જૂનો પ્રતિબંધ હતો તેને હટાવવાની વાત કહેવામાં આવી છે.

સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પ્રસ્તાવને ક્યારથી અમલમાં મૂકવો તે અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી.

દૂધ, શાકભાજી અને કરિયાણાના UPI પેમેન્ટ પર કોઈ અસર નહીં

સરકારી આંકડા અને અનુમાન અનુસાર, ₹2,000ની લિમિટ વાળા ટ્રાન્ઝેક્શન કુલ UPI ટ્રાન્ઝેક્શન વોલ્યુમના (Volume) માત્ર 5% હિસ્સાને જ કવર કરે છે (જોકે કુલ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં તેનો હિસ્સો 65% છે).

આનો અર્થ એ થયો કે રોજિંદા જીવનની જરૂરિયાતો જેવી કે દૂધ, શાકભાજી, કરિયાણું કે ઓટો-ટેક્સી ભાડા માટે કરવામાં આવતા નાની રકમના પેમેન્ટ પર આની કોઈ જ અસર પડશે નહીં. જુલાઈ મહિનામાં દેશમાં લગભગ 23.7 અબજ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા, જેની કુલ કિંમત ₹29.9 લાખ કરોડ હતી.

95% ટ્રાન્ઝેક્શન રહેશે બિલકુલ ફ્રી: અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો આ નિયમ લાગુ થશે તો પણ દેશના 95% સામાન્ય UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. આ ઉપરાંત તમામ વેપારીઓ આ ચાર્જ ગ્રાહકો પર ટ્રાન્સફર કરશે નહીં.

મહત્તમ ચાર્જની મર્યાદા (Ceiling Limit) નક્કી થઈ શકે છે

ફિનટેક ઇન્ડસ્ટ્રી (Fintech Industry) ના નિષ્ણાતોના મતે, સરકાર ચાર્જ કરવામાં આવતી મહત્તમ રકમ પર એક કેપ અથવા સીલિંગ લિમિટ (Maximum Limit/Ceiling) નક્કી કરી શકે છે. ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનથી વિપરીત UPI ટ્રાન્ઝેક્શનમાં ફંડિંગ કોસ્ટ (Funding Cost) સામેલ હોતી નથી, જેથી પ્રોસેસિંગ કોસ્ટ કવર થાય તેટલી જ લિમિટ રાખવી યોગ્ય રહેશે.

હાલમાં ક્રેડિટ કાર્ડ (Credit Card) અને ડેબિટ કાર્ડ (Debit Card) પર MDR વસૂલવામાં આવે છે, જેમાં ક્રેડિટ કાર્ડ પર 3% સુધી અને ડેબિટ કાર્ડ પર 0.40% થી 0.90% સુધી ચાર્જ લાગે છે.