Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દમણ અને દીવ : Fully digital system implemented for traffic challan in Daman

VIDEO: દમણમાં ટ્રાફિક ચલણ માટે સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ લાગુ

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દમણમાં ટ્રાફિક ચલણ માટે સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે. હવે દંડની ચુકવણી માત્ર POS મશીન થી જ થશે. સંઘપ્રદેશ દમણમાં ડિજિટલ ઈન્ડિયાના અભિયાનને વધુ વેગ આપવા દમણ પોલીસ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લઈ ટ્રાફિક શાખા અને પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓને POS મશીનો ફાળવી દેવામાં આવ્યા છે. જેથી હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો દંડની રકમ રોકડમાં નહી પરંતુ સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમ એટલે કે ATM કાર્ડ ક્રેડીટ કાર્ડ તેમજ UPI પેમેન્ટ દ્વારા સ્થળ પર જ ચૂકવી શકશે. દમણ પોલીસ વિભાગના SP કેતન બંસલે નાની દમણ બસ ડેપો પાસે વાહનચાલકો પાસેથી ડિજિટલ માધ્યમથી દંડ વસૂલી આ નવી વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો હતો, અને સ્પષ્ટ કર્યું હતું કે ગઈકાલથી જ તમામ મેન્યુઅલ પેપર ચલણ બુક જમા કરી લેવામાં આવી છે. તેથી હવે માત્ર આ ઓથોરાઈઝ્ડ મશીનથી જ ચલણ કપાશે અને જો કોઈ જૂની પદ્ધતિથી પહોંચ આપે તો નાગરિકો તેની ફરિયાદ પણ કરી શકશે.

App Store