VIDEO : દમણમાં આગની મોટી દુર્ઘટના, પેકેજિંગ કંપનીમાં મચી અફરાતફરી
સોર્સ : gstv
સંઘપ્રદેશ દમણના સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી ઋષિ પેકેજિંગ કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડો દૂર દૂર સુધીથી જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ દમણ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અકસ્માતની ગંભીરતાને જોતા દમણ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં ફાયર ફાઈટરો દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

