Video: દમણમાંથી વોન્ટેડ નકસલી ઝડપાયો, સશસ્ત્ર સીમા દળની બાતમી બાદ પોલીસે પાર પાડ્યું ઓપેરેશન
સોર્સ : GSTV
દમણના ડાભેલ વિસ્તારમાંથી એક વોન્ટેડ નકસલી ઝડપાયો છે. દમણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી બિહાર સશસ્ત્ર સીમા દળ દ્વારા મળેલી બાતમીના આધારે આ નક્સલીને ઝડપ્યો છે. આરોપી મનોજ હંસદા બિહારના જમુઈ જિલ્લાના ચિલ્કા ખાખર ગામનો રહેવાસી છે. વર્ષ 2025માં નોંધાયેલા હત્યાના એક કેસમાં પણ આરોપીની સંડોવણી હતી. આરોપી મનોજ હંસદાની નક્સલી પ્રવૃત્તિમાં પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

