Video: બેંક ખાતા વગર પણ 50 હજાર રૂપિયા ટ્રાન્સફર થશે

સોર્સ: gstv

હવે બેંક ખાતા વગર પણ સામેવાળી વ્યક્તિને 50 હજાર રૂપિયા ટ્રાન્સફર થઈ શકશે..રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર એટલે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં નાણાં મોકલવાની પ્રક્રિયા માટેના નિયમોમાં સુધારો કર્યો છે. આ નવા નિયમો 11 નવેમ્બર, 2026થી અમલમાં આવ્યા છે. આ માર્ગદર્શિકા હેઠળ, કોઈપણ વ્યક્તિ ભલે તે બેંકનો ગ્રાહક ન હોય તો પણ બેંક શાખામાં જઈને અન્ય વ્યક્તિના બેંક ખાતામાં 50 હજાર સુધીની રકમ ટ્રાન્સફર કરી શકે છે. આ સુવિધા બેંકની કેશ પે-ઇન એટલે રોકડ જમા કરાવવાની સેવા અને નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર સિસ્ટમ દ્વારા મેળવી શકાય છે. અગાઉ આવી રીતે રોકડ જમા કરાવીને કે મની ટ્રાન્સફર કરવા માટે નાણાં મોકલનાર વ્યક્તિનું પોતાનું બેંકમાં ખાતું હોવું ફરજિયાત હતું, જ્યારે હવે બેંક ખાતા વગરની વ્યક્તિ પણ બેંકમાં જઈને આ સુવિધાનો લાભ લઈ શકશે. બેંક ખાતા વગરના સામાન્ય લોકોને પણ બેંકિંગ વ્યવહારો સાથે જોડવા અને નાણાં મોકલવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે આ નવો સુધારો કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત