VIDEO: એશિયન માર્કેટ્સમાં ભૂકંપ: ભારત, જાપાન અને કોરિયાના બજારો ધરાશાયી, પાકિસ્તાનની હાલત સૌથી કફોડી
મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના ઉત્તેજનાત્મક વાતાવરણ અને તેલના કટોકટીના કારણે સોમવારે તમામ મુખ્ય એશિયાઈ અને વૈશ્વિક શેરબજારોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય શેરબજારથી લઈને જાપાન, સાઉથ કોરિયા અને પાકિસ્તાનના માર્કેટમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.
ભારતીય શેરબજાર (Sensex & Nifty) માં મોટું ધોવાણ
સોમવારે સવારે કારોબાર શરૂ થતાં જ ભારતીય શેરબજારમાં રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
BSE Sensex: શુક્રવારના બંધ 78,151.45 સામે સોમવારે સવારે ખૂલતાની સાથે જ સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ ઘટીને 77,542 પર આવી ગયો હતો અને બપોર સુધીમાં તો કડાકો 700 પોઈન્ટથી વધુ વધી ગયો હતો.
NSE Nifty: નિફ્ટી પણ તેના અગાઉના બંધ 24,334 સામે લગભગ 180 પોઈન્ટ તૂટીને 24,135 ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.
Gift Nifty નો સિગ્નલ: ભારતીય માર્કેટ શરૂ થાય તે પહેલા જ ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) માં 100 પોઈન્ટનો ગોતો જોવા મળ્યો હતો, જે બાદમાં 262 પોઈન્ટ ઘટીને 24,113 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જેણે માર્કેટના સેન્ટિમેન્ટ (Market Sentiment) ને વધુ ખરાબ કર્યું હતું.
એશિયાઈ માર્કેટ્સમાં જાપાન અને સાઉથ કોરિયા ધરાશાયી
એશિયાના અન્ય મોટા બજારોની સ્થિતિ પણ અત્યંત નાજુક રહી હતી:
Japan Nikkei: જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ (Nikkei Index) તેના અગાઉના બંધ 66,835 થી ઘટીને 62,704 ની નીચલી સપાટીએ પટકાયો હતો. બાદમાં રિકવરી (Recovery) આવ્યા છતાં તે 64,141 પર ટ્રેડ કરી રહ્યો હતો.
South Korea KOSPI: દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ (KOSPI Index) 6820 ના લેવલ સામે 6643 પર ખૂલ્યા બાદ ઘટીને 6472 સુધી પહોંચી ગયો હતો. રિકવરી બાદ પણ તેમાં 4.46% નો મોટો કડાકો જોવા મળ્યો હતો.
પાકિસ્તાન સ્ટોક માર્કેટ (Pakistan Stock Market Crash) માં કટોકટી
પડોશી દેશ પાકિસ્તાનના શેરબજારમાં સૌથી ખરાબ હાલત જોવા મળી છે. પાકિસ્તાનનો KSE-100 Index શરૂઆતી કારોબારમાં જ 1,700 પોઈન્ટથી વધુ તૂટીને 1,73,636 ના સ્તરે આવી ગયો હતો.
શેરબજાર તૂટવાના મુખ્ય કારણો (Key Reasons for Market Crash)
વૈશ્વિક સ્તરે બજારોમાં આવેલા આ મોટા કડાકા પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વ (Middle East) માં વધી રહેલો તણાવ છે:
US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અને નેવલ બ્લોકેડ: ઈરાની બંદરો પર અમેરિકા દ્વારા નાકાબંધી (Blockade) ની જાહેરાત અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ભીતિને કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસની અછત ઊભી થવાનું જોખમ વધી ગયું છે.
Crude Oil Prices: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ (Brent Crude Price) નો ભાવ સોમવારે પ્રતિ બેરલ $90 ડોલરને પાર પહોંચી ગયો છે, જેનાથી ફુગાવાનો (Inflation) ડર વધી ગયો છે.

