ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગ માટે ઈ-આધાર વેરિફિકેશન જરૂરી, આ રીતે થશે ફાયદો
ભારતીય રેલવેએ મોટી તૈયારીઓ કરી છે અને એક નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે, જે તત્કાલ ટિકિટ બુ

ભારતીય રેલવેએ મોટી તૈયારીઓ કરી છે અને એક નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે, જે તત્કાલ ટિકિટ બુકિંગ કરનારા યૂઝર્સને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ કરશે. વાસ્તવમાં તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરવા માટે ફરજિયાત ઇ-આધાર પ્રમાણીકરણ (E-Aadhaar Authentication) ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના ટ્વિટર (હવે X) એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે.
રેલવે મંત્રીએ માહિતી પોસ્ટ કરી
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ભારતીય રેલવે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુક કરવા માટે ઈ-આધાર પ્રમાણીકરણનો ઉપયોગ શરૂ કરશે. પોતાની પોસ્ટમાં તેના ફાયદાઓ સમજાવતા તેમણે લખ્યું કે આ સિસ્ટમ રેલવેના વાસ્તવિક વપરાશકર્તાઓને જરૂરિયાત સમયે કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ કરશે. એવી અપેક્ષા છે કે આ સિસ્ટમ આ મહિનાના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.
ફક્ત 10% વપરાશકર્તાઓ આધાર ચકાસાયેલ છે!
જો તમે IRCTC વેબસાઇટ પર નજર નાખો, તો હાલમાં તેના 13 કરોડથી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે આ વપરાશકર્તાઓમાંથી ફક્ત 10% લોકો આધાર ચકાસાયેલ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ જ કારણ છે કે ભારતીય રેલવે નિયમોને વધુ કડક બનાવવા જઈ રહી છે, જેથી તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી શકાય અને ફક્ત આધાર ચકાસાયેલ IRCTC એકાઉન્ટને જ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સિસ્ટમની રજૂઆત પછી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર આધારિત OTP પ્રમાણીકરણ જરૂરી બનશે.
3.5 કરોડ નકલી આઈડી બ્લોક કરાયા
અહેવાલો અનુસાર, એવી પણ શક્યતા છે કે તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન થતી અનિયમિતતાઓને નિયંત્રિત કરવા માટે આધાર વેરિફિકેશન પછી કાઉન્ટર-આધારિત તત્કાલ ટિકિટ પણ બુક કરવામાં આવશે. દરમિયાન આઈઆરસીટીસીએ છેલ્લા એક વર્ષમાં ૩.૫ કરોડ નકલી યુઝર આઈડી બ્લોક કર્યા છે, જેના કારણે તેના પ્લેટફોર્મ પર સિસ્ટમની ભીડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે રેલવે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં નિષ્પક્ષતા લાવવાની દિશામાં એક મોટા પગલામાં, આઈઆરસીટીસીએ ડિસ્પોઝેબલ (ટૂંકા ગાળાના) ઈમેલ એડ્રેસથી બનાવેલા આવા યુઝર આઈડી શોધી અને નિષ્ક્રિય કરીને અને બધા મુસાફરોને સમાન ઍક્સેસ સુનિશ્ચિત કરીને અનધિકૃત ટિકિટિંગને રોકવા માટે એઆઈ-આધારિત અદ્યતન તકનીકો દ્વારા ઉકેલો શોધી કાઢ્યા છે.
આ કાર્યવાહી પછી મોટી અસર
IRCTના જણાવ્યા મુજબ, આ કાર્યવાહીના સકારાત્મક પરિણામો પહેલાથી જ સામે આવી ચૂક્યા છે, અમારા પ્લેટફોર્મ પર નવા યુઝર આઈડી બનાવવાની સંખ્યા દરરોજ 60 હજારથી 65 હજારથી ઘટીને માત્ર 10,000થી 12,000 થઈ ગઈ છે, જેના કારણે સિસ્ટમનો ભાર ઓછો થયો છે અને ટિકિટ રિઝર્વેશન સુવ્યવસ્થિત થયું છે. IRCTCના અધિકારીઓએ ભાર મૂક્યો કે આ પગલું દરેક મુસાફર માટે સમાન તક સુનિશ્ચિત કરે છે, અનધિકૃત એજન્ટોને સિસ્ટમનો લાભ લેતા અટકાવે છે.






