Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Does missing just one EMI make CIBIL score worse? Know what to do if you want to recover

શું માત્ર એક EMI ચૂકી જવાથી CIBIL સ્કોર ખરાબ થઈ જાય? જાણો રિકવર કરવો હોય તો શું કરવું

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
શું માત્ર એક EMI ચૂકી જવાથી CIBIL સ્કોર ખરાબ થઈ જાય? જાણો રિકવર કરવો હોય તો શું કરવું
સોર્સ : gstv

આજના સમયમાં કારથી લઈને ઘરમાં રાખેલા ફ્રિજ સુધી, લોકો મોટી જ નહીં પરંતુ નાની-નાની જરૂરિયાતોની વસ્તુઓ ખરીદવા માટે પણ લોનનો સહારો લેવા લાગ્યા છે. આપણને લોન લેવી જેટલી સરળ લાગે છે, તેની EMI સમયસર ચૂકવવી એટલી જ મોટી જવાબદારી હોય છે. જો કોઈ કારણસર EMI ચૂકી જવાય, તો તેની સીધી અસર તમારા CIBIL સ્કોર પર પડી શકે છે, જેના કારણે ભવિષ્યમાં લોન કે ક્રેડિત કાર્ડ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.

App Store

એક EMI ચૂકી જવાથી CIBIL સ્કોર બગડે?

લોન લેનારા ઘણા લોકોના મનમાં એ સવાલ રહે છે કે શું માત્ર એક EMI ચૂકી જવાથી CIBIL સ્કોર ખરાબ થઈ જાય છે? અને જો સ્કોર પર અસર પડી પણ જાય, તો શું તેને ફરીથી સુધારી શકાય છે?

આ સવાલનો જવાબ એક શબ્દમાં આપી શકાતો નથી. કારણ કે CIBIL સ્કોર પર અસર માત્ર એક EMI ચૂકવવામાં વિલંબ થવાથી નથી પડતી, પરંતુ તે EMI તમે કેટલા દિવસની અંદર ભરી દીધી તે વાત પર નિર્ભર કરે છે. સરળ શબ્દોમાં સમજીએ તો, જો તમે EMIની તારીખના પછીના દિવસે અથવા એકથી બે દિવસની અંદર ભરી દો છો, તો તેની અસર CIBIL સ્કોર પર પડતી નથી. પરંતુ જો તમે તારીખથી 30 દિવસ કરતાં વધુ વિલંબ કરો છો, તો તેની અસર તમારા CIBIL સ્કોર પર પડી શકે છે.

30 દિવસથી વધુ વિલંબ થવા પર CIBIL સ્કોરમાં મોટો ઘટાડો

જો તમારી EMI ભરવામાં 30 દિવસથી વધુનો વિલંબ થાય છે, તો લેન્ડર (બેંક/સંસ્થા) તેની રિપોર્ટ ક્રેડિટ બ્યુરોને આપે છે. આ પરિસ્થિતિમાં EMI ચૂકી જવાથી તમારો CIBIL સ્કોર ખરાબ થઈ શકે છે. તેનાથી ડિફોલ્ટના એક રિપોર્ટથી તમારો સ્કોર 50 થી 100 પોઈન્ટ સુધી ઘટી શકે છે, જે તમારી ક્રેડિટ રિપોર્ટમાં 3 વર્ષ સુધી રહે છે.

EMIની તારીખ ચૂકી ગયા પછી તરત જ કરવા જેવા જરૂરી કામ

જો તમારી EMI ની તારીખ ચૂકી ગઈ છે, તો સૌથી પહેલાં બેંકના અધિકારીઓને કોલ કરો.
તેમને જણાવો કે કયા કારણોસર તમારી EMI ચૂકી ગઈ છે.
ત્યારબાદ બેંક અધિકારી તમને મોડી EMI ભરવાની રીત બતાવશે.
જ્યારે અધિકારી દ્વારા બતાવવામાં આવેલી રીતથી તમે EMI ભરી દો છો, તો તેની અસર તમારા CIBIL સ્કોર પર પડતી નથી.
CIBIL બચવા છતાં વધારાના ચાર્જ અને દંડથી કેવી રીતે બચવું?

એ વાતનું ધ્યાન રાખો કે EMI ચૂકી ગયાના તરત જ જો તમે તેને ભરી દો છો, તો CIBIL સ્કોર પર ભલે અસર ન પડે પરંતુ તમારે લેટ પેમેન્ટ ચાર્જ, ચેક/ECS બાઉન્સ ચાર્જ અને પેનલ્ટી ઈન્ટરેસ્ટ આપવા પડે છે. આવી સ્થિતિમાં પ્રયાસ કરો કે EMI ચૂકી ન જવાય, જેથી વધારાના ચાર્જ આપવાથી બચી શકાય.