VIDEO: બજારમાં તેજીનો વાયરો; ચાંદી ₹૨,૨૮,૦૦૦ ને પાર, સોનામાં પણ તીવ્ર ઉછાળો
Gold and Silver Price : ભારતીય વાયદા બજાર (MCX) માં આજે કીમતી ધાતુઓ એટલે કે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં થઈ રહેલી હલચલ અને સ્થાનિક માંગને કારણે વાયદા બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી બંનેમાં ગ્રીન નિશાન સાથે મોટો વધારો નોંધાયો છે.
ચાંદીના ભાવ ₹2,28,000 ની પાર પહોંચ્યા
ચાંદીના સપ્ટેમ્બર વાયદા (04-Sep-26) ના ભાવની વાત કરીએ તો, આગલા કારોબારી દિવસે ચાંદી ₹2,25,836 પર બંધ થઈ હતી. આજે માર્કેટ ખુલતાની સાથે જ તે ₹2,27,993 ના ભાવે ઓપન થઈ હતી.
સમાચાર લખાય છે ત્યાં સુધીમાં ચાંદી ઉપરમાં ₹2,28,386 ની હાઈ સપાટી અને નીચામાં ₹2,27,481 ની લો સપાટી સ્પર્શી ચૂકી છે. હાલ ચાંદી ₹2,28,257 પર ટ્રેડ થઈ રહી છે, જે આગલા બંધ ભાવ કરતાં સીધો ₹2,421 (+1.07%) નો જંગી વધારો દર્શાવે છે.
સોનાના ભાવમાં પણ ₹830 સુધીનો તીવ્ર ઉછાળો
બીજી તરફ, સોનાના ઓક્ટોબર વાયદા (05-Oct-26) માં પણ જોરદાર તેજી જોવા મળી છે. સોનું અગાઉના સેશનમાં ₹1,48,858 પર બંધ થયું હતું. આજે સવારે બજાર ખુલતાંની સાથે જ સોનું ₹1,49,355 પર ઓપન થયું હતું.
દિવસ દરમિયાન સોનાએ ₹1,49,688 નો હાઈ અને ₹1,49,164 નો લો રેકોર્ડ કર્યો છે. હાલ સમાચાર લખાય છે ત્યારે સોનું ₹1,49,620 પર કારોબાર કરી રહ્યું છે, જેમાં આગલા બંધ ભાવની સરખામણીએ ₹762 (+0.51%) નો વધારો નોંધાયો છે.
બજારના નિષ્ણાતોના મતે વૈશ્વિક આર્થિક પરિબળો અને રોકાણકારોના સુરક્ષિત રોકાણ તરફના ઝુકાવને કારણે કીમતી ધાતુઓમાં આ તેજીનો વાયરો જોવા મળી રહ્યો છે.

