VIDEO: ફરી સોના-ચાંદીના ભાવમાં કડાકો
સોર્સ : gstv
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ શરૂ થતાં વૈશ્વિક બજારની નબળાઈ ને કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. જેના કારણે સોના અને ચાંદીના રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ છે. સોનામાં કુલ 800 નો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે ચાંદીમાં કુલ 3 હજાર 777 નો કડાકો આવ્યો હતો. સોનાનો અગાઉનો બંધ ભાવ રૂપિયા 1 લાખ 45, હજાર 300.00 હતો, જેની સામે બજાર ખુલતાની સાથે જ તે રૂપિયા 1 લાખ 44 હજાર 890.00 ના સ્તરે ખુલ્યો હતો.. તો બીજી તરફ, ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂપિયા 2 લાખ 26 હજાર 377 હતો. તે પણ ઘટાડા સાથે રૂપિયા 2 લાખ 26 હજાર 368 ના ભાવે ઓપન થઈ હતી.

