Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Big relief for Adani Power from Supreme Court: Paves way for refund of Rs 500 crore, know details

Adani Powerને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: રૂપિયા 500 કરોડના રિફંડનો માર્ગ મોકળો, જાણો વિગત

Timeછેલ્લું અપડેટ : 05 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Adani Powerને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: રૂપિયા 500 કરોડના રિફંડનો માર્ગ મોકળો, જાણો વિગત
સોર્સ : GSTV

Adani Power :  અદાણી પાવરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની અને નાણાકીય રાહત મળી છે. મુન્દ્રા સેઝમાંથી દેશના અન્ય ભાગોમાં મોકલવામાં આવતી વીજળી પર કસ્ટમ ડ્યુટી અંગે ચાલી રહેલ વિવાદ કંપનીના પક્ષમાં ઉકેલાઈ ગયો હોય તેવું લાગે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આવી વીજળી પર કોઈ કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવતી નથી. અદાણી પાવરને અગાઉ ચૂકવેલી રકમ પરત કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ચાલો આખી વાર્તાને સરળ શબ્દોમાં સમજીએ.

App Store

સુપ્રીમ કોર્ટે વીજળી ક્ષેત્ર સાથે જોડાયેલા એક મહત્ત્વના ચુકાદામાં કોર્ટે અદાણી પાવરની તરફેણમાં ચુકાદો આપ્યો. વિવાદ મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)માં ઉત્પન્ન થતી અને ડોમેસ્ટિક ટેરિફ એરિયા (ડીટીએ)ને પૂરી પાડવામાં આવતી વીજળી સંબંધિત હતો.

કોર્ટે શું કહ્યું 
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એવી સ્પષ્ટતા કરી હતી કે, મુંદ્રા એસઇઝેડમાં ઉતન્ન્ થયેલી વીજળી જ્યારે એસઇઝેડ વિસ્તારની બહાર એટલે કે ડીટીએમાં મોકલવામાં આવે તો તેના પર કસ્ટમ ડ્યુટી લગાવવામાં ન આવે. અદાલતે એમ પણ કહ્યું કે વીજળી એવી કોઇ વસ્તુ નથી કે જેના પર કસ્ટમ ડ્યૂટી વસૂલી શકાય, જે રીતે સંબંધિત સત્તાવાળાઓ વસૂલ કરી રહ્યા હતાં. 

આ નિર્ણયની સાથે, સુપ્રીમ કોર્ટે બીજો એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો. કોર્ટે આદેશ આપ્યો કે અદાણી પાવરને આ કેસમાં ચૂકવેલી બધી કસ્ટમ ડ્યુટી પરત કરવામાં આવે. આનો અર્થ એ થયો કે કંપનીને સીધો નાણાકીય લાભ મળવાનો છે.

આ કેસ એટલા માટે મહત્ત્વનો માનવામાં આવે છે કે, અત્યાર સુધી સત્તાવાળાઓ એવો તર્ક આપી રહ્યા હતા કે, એસઇઝેડની બહાર સપ્લાય કરવામાં આવતી વીજળી પર કસ્ટમ ડ્યુટી લાગે છે. આ જ આધાર પર અદાણી પાવર પાસેથી લાંબો સમય સુધી કસ્ટમ ડ્યુટી વસુલવામાં આવી છે. કંપનીએ આ બાબતને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. 

સુનાવણી દરમિયાન અદાણી પાવર તરફથી કેસ રજૂ કરનાર વકીલોએ અદાલતને જણાવ્યું હતું કે, જો કેસ અદાણી પાવરની તરફેણમાં જાય તો લગભગ રૂ. 500 કરોડનું રિફંડ લેવાનું થાય છે.હવે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ બાદ એ દાવો ઔર મજબૂત થઇ ગયો છે કે કંપનીને મોટી રકમ પરત મળી શકે છે. 

અન્ય કંપનીઓને પણ મળશે રાહત
કાનૂની નિષ્ણાતોના મત પ્રમાણે આ ચુકાદો માત્ર અદાણી પાવરને જ નહીં પણ એ તમામ વીજ ઉત્પાદક માટે મહત્ત્વનો સાહિત થાય એમ છે, કેમ કે , જે લોકો એસઈઝેડ હેઠળ વીજળીનું સંપાદન કરે છે તે એને ઘરેલુ બજારમાં સપ્લાય કરે છે.  એ લોકોને ભવિષ્યમાં ટેક્સ અને કસ્ટમ ડ્યુટીને લઇને સ્પષ્ટતા આવી ગઇ છે.  

સરકાર તરફથી એવી દલીલ રજૂ કરવામાં આવી હતી કે, એસઇઝેડના વિસ્તારમાંથી બહારના વિસ્તારોમાં વીજળીનો પુરવઠો આપવામાં આવે તો કસ્ટમ ડ્યુટી લાગી શકે છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી ન હતી અને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ કેસમાં કસ્ટમ ડ્યૂટી લાદવાનો કોઈ કાનૂની આધાર નથી.

શેરબજારના દ્રષ્ટિકોણથી આ મામલો જોવામાં આવે તો અદાણી પાવર માટે સેન્ટિમેન્ટની રીતે પોઝિટિવ માનવામાં આવે છે. એક તરફ કંપનીને  સંભવિત રૂપથી સેંકડો કરોડનું રિફંડ મળશે તો બીજી તરફ એસઈઝેડમાંથી વેચવાના માલ પર રાહત પણ મળશે. આનાથી કંપનીની કેશ ફ્લોની સથિતિ અને બેલેન્સ શીટ  બંને સુધરી શકે છે અને મજબૂત બની શકે છે. 

કુલ મળીને સુપ્રીમ કોર્ટનો એવો નિર્ણય છે કે, વીજળી સેક્ટરમાં ટેક્સેશનથી જોડાયેલા એક મોટા સવાલનો જવાબ મળી જાય છે. અદાણી પાવર માટે આ માત્ર એક કાનૂની જીત નહીં પરંતુ નાણાકીય મજબૂતિની દિશામાં પણ એક મહત્ત્વનું  પગલું માનવામાં આવે છે.