Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Contaminated water wreaks havoc in Gandhinagar, government's 'mega operation' for the safety of children, continuous monitoring by Amit Shah

VIDEO: ગાંધીનગરમાં દૂષિત પાણીનો કહેર, બાળકોની સુરક્ષા માટે સરકારનું 'મેગા ઓપરેશન', અમિત શાહ દ્વારા સતત મોનિટરિંગ

Timeછેલ્લું અપડેટ : 05 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્યના પાટનગર ગાંધીનગરના રહેણાક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર ઘટના બાદ સેંકડો બાળકો બીમાર પડતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે રાજકોટમાં આવેલા રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવણીએ આ માહિતી આપી હતી. ગાંધીનગરમાં દૂષિત પાણીનો મામલો સામે આવ્યા બાદ આ કટોકટીને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'યુદ્ધના ધોરણે' કામગીરી શરૂ કરવામાં આવી છે.

App Store

તંત્ર દ્વારા સઘન તપાસ: 367 સેમ્પલનું ટેસ્ટિંગ
પાણી ક્યાંથી દૂષિત થઈ રહ્યું છે તે શોધવા માટે જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સ્પેશિયલ સર્વેલન્સ ટીમ બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 367 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ટેકનિકલ ટીમો દ્વારા પાઈપલાઈનમાં રહેલા ભંગાણને શોધવા માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી વધુ પ્રદૂષણ અટકાવી શકાય.

22 નિષ્ણાત ડોક્ટરોની ટીમ તૈનાત
હોસ્પિટલમાં દાખલ બાળકોની હાલત પર સતત નજર રાખવા માટે 22 નિષ્ણાત ડૉક્ટરોની વિશેષ પેનલ બનાવવામાં આવી છે. બાળકોના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થાય તે માટે ચોવીસ કલાક મેડિકલ સ્ટાફ ખડેપગે છે. હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં દવાઓ અને ઈમરજન્સી સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.

સેવા અને માનવતા: રહેવા-જમવાની વ્યવસ્થા
માત્ર દર્દીઓ જ નહીં, પરંતુ દૂર-દૂરથી આવેલા તેમના સગા-સંબંધીઓની મુશ્કેલીને ધ્યાને રાખીને તંત્રએ માનવીય અભિગમ અપનાવ્યો છે. હોસ્પિટલની નજીક અને કેમ્પસમાં દર્દીઓના પરિવારજનો માટે રહેવાની અને જમવાની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેથી તેઓ આ મુશ્કેલ સમયમાં નિશ્ચિત રહી શકે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સતત માર્ગદર્શન
ગાંધીનગર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય વિસ્તાર હોવાથી, તેઓ પોતે આ ઘટના પર સીધી નજર રાખી રહ્યા છે. અમિતભાઈ શાહ સતત જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને હોસ્પિટલના સત્તાધીશો સાથે ફોન પર સંપર્કમાં છે. તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ બાળક સારવારથી વંચિત ન રહેવું જોઈએ અને જરૂર પડ્યે અન્ય મોટા શહેરોમાંથી પણ એક્સપર્ટ ડૉક્ટરોની મદદ લેવી.

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન
ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે, "આ ઘટના અત્યંત ગંભીર છે. સરકાર અને વહીવટી તંત્રના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યા છે. 367 સ્થળોએ ટેસ્ટિંગ ચાલુ છે અને 22 ડોક્ટરોની ટીમ બાળકોની સેવા કરી રહી છે. અમિત શાહ પોતે પળેપળની વિગતો મેળવી રહ્યા છે. અમે ખાતરી આપીએ છીએ કે આમાં બેદરકારી દાખવનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં."

સ્થિતિ હાલ અંકુશમાં
વહીવટી તંત્રના મતે હાલમાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને જે બાળકો સારવાર હેઠળ છે તેમની સ્થિતિ સ્થિર છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીનની ટીકડીઓનું વિતરણ અને જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.