Astro Business / ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે, જાણો એગ્રી કોમોડિટીમાં કેવી રહેશે શેરબજારની સાપ્તાહિક હલચલ

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
સોમવાર, તા. 29-06- 2026, મૂળ નક્ષત્ર. વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ, ફાર્મા, ફૂડ, શિપિંગ અને ફર્ટિલાઇઝર સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ અને પીપર પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 30-06-2026, પૂ. ષા. નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી, કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ અને એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, જવ, તલ અને સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે
બુધવાર, તા. 01-07-2026 ઉ.ષા નક્ષત્ર , ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, પીએસયુ, ગવર્નમેન્ટ, લોજિસ્ટિક સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ અને ગેસ પ્રભાવિત થવાની ધારણા છે. મગ, ધાણા, જીરા, એલચી અને મેન્થા પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 02 -07-2026, ઉ.ષા નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફૂડ, ડેરી, બેન્ક, ફાયનાન્સ અને એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર અને ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, સોયાબીન, સરસવ, મકાઇ અને પીપર પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 03-07-2026, શ્રવણ નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફિલ્મ, હોટેલ, એન્ટરટેઇનમેન્ટ, ફૂડ અને એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં તલ, જવ, કપાસ, સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 06-07- 2026, પૂ.ભા. નક્ષત્ર. કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, કન્સલ્ટન્સી, શિપિંગ અને ફૂડ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, તલ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.

