ગલ્ફ દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો કડાકો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. પ્રિ ઓપનિંગમાં સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો થયો છે. સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ અથવા 2.13% ઘટીને 78,528 પર તો નિફ્ટી 477 પોઈન્ટ અથવા 1.92% ઘટીને 24,389ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બેંક અને ઓટો શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે.
અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો!
ગઈકાલે પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે હાલ ચાલી રહેલું યુદ્ધ હજુ 4 થી 5 અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. આ નિવેદન બાદ રોકાણકારોએ જોખમી એસેટ્સ વેચવાનું શરૂ કર્યું છે અને પોતાની મૂડી રોકડમાં શિફ્ટ કરી રહ્યા છે. આ અનિશ્ચિતતાને કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ડોલર મજબૂત થતા વોલ સ્ટ્રીટ પર પણ તેની નકારાત્મક અસર પડી. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ડોલર તરફ વળતા અમેરિકી ડોલર મજબૂત થયો છે. વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતી દર્શાવતો ઇન્ડેક્સ 99.28 પર પહોંચી હતી.

