એર ઈન્ડિયા એક્સપ્રેસમાંથી હટાવવામાં આવશે બિઝનેસ ક્લાસની સીટો, 29 પ્લેનમાં થશે આ ફેરફારો
એર ઈન્ડિયા એક્સપ્રેસ, જે AIX કનેક્ટને પોતાની સાથે મર્જ કરવાની તૈયા

એર ઈન્ડિયા એક્સપ્રેસ, જે AIX કનેક્ટને પોતાની સાથે મર્જ કરવાની તૈયારી કરી રહી છે, તે વર્ષ 2025માં તેના એરક્રાફ્ટમાં બિઝનેસ ક્લાસ સીટોને તબક્કાવાર બંધ કરશે. એરલાઇનના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી. ટાટા જૂથની એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસ પાસે હાલ 85 એરક્રાફ્ટ છે, જેમાં A320 સીરિઝના 25 એરક્રાફ્ટ અને બોઇંગ 737 સીરિઝના 60 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ વર્ષના અંત સુધીમાં એરલાઇનમાં એરક્રાફ્ટની સંખ્યા લગભગ 100 થવાનો અનુમાન છે.
એરલાઇન પાસે 34 વ્હાઇટ ટેઇલ બોઇંગ 737-8 એરક્રાફ્ટ છે અને તેમાંથી 29માં એરક્રાફ્ટમાં અલગ-અલગ સંખ્યાની બિઝનેસ ક્લાસની સીટો છે. આ વર્ષના અંત સુધીમાં તે વિમાનોની સંખ્યા વધીને 50 થઈ જશે. એરક્રાફ્ટ મૂળ રૂપે ચોક્કસ એરલાઇન માટે બનાવવામાં આવે છે અને પછીથી અન્ય એરલાઇન દ્વારા હસ્તગત કરવામાં આવે છે તેને 'વ્હાઇટ ટેલ' એરક્રાફ્ટ કહેવામાં આવે છે. આ એરલાઇન ઇકોનોમી અને બિઝનેસ ક્લાસ બંનેમાં સીટો પ્રોવાઇટ કરે છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ એરક્રાફ્ટમાં બિઝનેસ ક્લાસની સીટોને આવતા વર્ષે તબક્કાવાર રીતે બદલવામાં આવશે કારણ કે, બિઝનેસ ક્લાસ એર ઈન્ડિયા એક્સપ્રેસના બિઝનેસ મોડલમાં ફિટ નથી બેસતો. એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે AIX કનેક્ટનું વિલીનીકરણ 1 ઓક્ટોબરના રોજ પૂર્ણ થવાનું છે, જ્યારે વિસ્તારાનું એર ઈન્ડિયા સાથે વિલીનીકરણ 12 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. આ ચાર એરલાઈન્સ ટાટા ગ્રૂપની છે.






