Agriculture Budget: દેશમાં પ્રાકૃતિક ખેતી કરતા 1 કરોડ ખેડૂતોને કરશે આ મદદ, નવા એફપીઓ ઊભા કરાશે
મોદી સરકારે વર્ષ 2023-24નું પૂર્ણકાલીન બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમને સ

મોદી સરકારે વર્ષ 2023-24નું પૂર્ણકાલીન બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં બજેટ રજૂ કરતાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ વખતના બજેટમાં પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મુકવામાં આવ્યો છે. સાથે જ શાકભાજીની ફૂડ સપ્લાય ચેનને મજબૂત કરવા માટે ખાસ આયોજન કરાયું છે. નવા એફપીઓ ઉભા કરીને ખેડૂતોના ઉત્પાદનો ગ્રાહકો સુધી જલદી પહોંચાડી સારી આવક પેદા કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે દેશમાં 1 કરોડ ખેડૂતોને મદદ કરવામાં આવશે. જેનો અમલ ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે.
6 કરોડ ખેડૂતોની માહિતી જમીન રજીસ્ટ્રીમાં લાવવામાં આવશે.
5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.
10 હજાર બાયો રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે
32 પાકોની 109 જાતો લાવવામાં આવશે
400 જિલ્લામાં પાકનો ડિજીટલ સર્વે કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વધારવા માટે નેચરલ ફાર્મિંગનું સર્ટિફિકેશન કરવામાં આવશે. ખેડૂતોને મદદરૂપ થવા 10 હજાર બાયો રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. જેના માટે ખાસ ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત મંત્રીએ કહ્યું કે 32 પાકોની 109 જાતો લાવવામાં આવશે. શાકભાજીની સપ્લાય ચેઇન પર ભાર મૂકવામાં આવશે. 400 જિલ્લામાં પાકનો ડિજીટલ સર્વે કરવામાં આવશે. કઠોળ અને દાળમાં આત્મનિર્ભરતા માટે ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરકારનું ધ્યાન સરસવ, મગફળી, સનફ્લાવર અને સોયાબીન જેવા પાકો પર રહેશે.
11.8 કરોડ ખેડૂતોને મદદ
નાણામંત્રીએ કહ્યું કે, જળવાયુ અનુકૂળ બીજ ઉત્પાદન કરાવવા માટે ખાનગી ક્ષેત્રે, તજજ્ઞો માટે ખાસ ધન ઉપલબ્ધ કરાવશે. નેનો યુરિયા ટેકનોલોજી સફળતાપૂર્વક અપનાવ્યા પછી, નેનો ડીએપીનો ઉપયોગ તમામ કૃષિ-ક્લાઇમેટ ઝોનમાં વિવિધ પાકો પર કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 11.8 કરોડ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને સીધા જ ફંડ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. પીએમ કિસાન યોજનાનો લાભ દેશભરના અન્ન પ્રદાતાઓને મળી રહ્યો છે. સાથે જ પીએમ ફસલ યોજનાનો લાભ ચાર કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે.
બજેટમાં ગરીબ, મહિલા, યુવા, અન્નદાતા, નવી પેઢીને બજેટમાં પ્રાથમિકતા
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેડૂતો માટે, અમે વચન પૂરું કરીને તમામ મુખ્ય પાકો માટે ઊંચા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના ખર્ચ પર ઓછામાં ઓછા 50% માર્જિન માટે 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનાથી 80 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.
આ 9 બાબતો પર આધારિત છે યોજનાઓ
- કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા
- રોજગાર અને કુશળતા
- સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય
- ઉત્પાદન અને સેવાઓ
- શહેરી વિકાસ
- ઉર્જા સંરક્ષણ
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- નવીનતા, સંશોધન અને વિકાસ
- નવી પેઢીના સુધારા








