ગુજરાત ટાઈટન્સ ખરીદવાની તૈયારીમાં અદાણી અને ટાટા, જાણો કેટલી છે ફ્રેન્ચાઈઝીની કિંમત
અદાણી ગ્રૂપ અને ટોરેન્ટ ગ્રૂપ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સમાં

અદાણી ગ્રૂપ અને ટોરેન્ટ ગ્રૂપ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સમાં માલિકી હિસ્સાના વેચાણ માટે ખાનગી ઈક્વિટી ફર્મ CVC કેપિટલ પાર્ટનર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. CVC IPL ફ્રેન્ચાઇઝીમાં અમુક હિસ્સો જાળવી રાખીને બહુમતી હિસ્સો વેચવા તૈયાર છે. આ ત્યારે શક્ય બનશે કે જ્યારે BCCIનો લોક-ઇન સમયગાળો કે જે નવી ટીમોને હિસ્સો વેચવાથી અટકાવે છે, તે ફેબ્રુઆરી 2025માં સમાપ્ત થઈ રહ્યો છે.
ગુજરાત ટાઇટન્સ એ ત્રણ વર્ષ જૂની ફ્રેન્ચાઇઝી છે જેનું મૂલ્ય 1 બિલિયન ડોલરથી 1.5 બિલિયન ડોલરની વચ્ચે હોઇ શકે છે. CVC એ 2021 માં 5,625 કરોડ રૂપિયામાં ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. "2021 માં IPLની અમદાવાદ ફ્રેન્ચાઇઝીની માલિકીની તક ગુમાવ્યા પછી, અદાણી અને ટોરેન્ટ બંને ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે આક્રમક રીતે પ્રયાસ કરી રહ્યા છે. CVC માટે ફ્રેન્ચાઇઝીમાં તેના હિસ્સાનું વેચાણ કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. અગાઉ ગુજરાત ટાઈટન્સની હરાજી સમયે અદાણી જૂથે તે સમયે રૂ. 5,100 કરોડની બિડ કરી હતી, જ્યારે ટોરેન્ટે રૂ. 4,653 કરોડની બિડ કરી હતી.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોકાણકારોનું ઘણું ધ્યાન આકર્ષિત કરી રહી છે કારણ કે લીગએ પોતાને નક્કર રોકડ પ્રવાહ સાથે આકર્ષક સંપત્તિ તરીકે સ્થાપિત કરી છે. ગૌતમ અદાણી પહેલેથી જ વુમન્સ પ્રીમિયર લીગ (WPL) અને UAE-બ્રેડ ઇન્ટરનેશનલ લીગ T20 માં ટીમો હસ્તગત કરીને ક્રિકેટમાં રોકાણ કરી ચૂક્યા છે. વર્ષ 2023માં અદાણીએ રૂ.1,289 કરોડની ટોચની બિડ સાથે વિમેન્સ પ્રીમિયર લીગની અમદાવાદ ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી હતી.
ગુજરાત ટાઇટન્સના સીઓઓ અરવિંદર સિંઘે જણાવ્યું હતું કે ફ્રેન્ચાઇઝી આગામી મીડિયા રાઈટ્સ સાઈકલમાં પ્રોફિટિબિલિટી મેળવી શકશે. મૂળ દસ ફ્રેન્ચાઈઝીને પ્રોફિટમાં પહોંચવા સુધી ચારથી પાંચ વર્ષ લાગ્યા હતા. અમને વિશ્વાસ છે કે, અમે પ્રોફિટ પણ વધારીશું અને સાથે અમારી બ્રાન્ડ વેલ્યુ પણ ઝડપથી વધશે.




