સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો! નીચલા સ્તરેથી ચાંદીમાં ₹5,100 અને સોનામાં ₹1,780ની તેજી

સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો! નીચલા સ્તરેથી ચાંદીમાં ₹5,100 અને સોનામાં ₹1,780ની તેજી
તસવીર: AI
આ સમાચાર સાંભળો

 બુલિયન માર્કેટમાં આજે કીમતી ધાતુઓમાં ભારે અસ્થિરતા વચ્ચે નીચલા સ્તરેથી ધમાકેદાર રિકવરી જોવા મળી છે. પ્રારંભિક કારોબારમાં કડાકો બોલાયા બાદ સોના અને ચાંદી બંનેમાં અચાનક મોટી લેવાલી નીકળતા ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો. દિવસ દરમિયાન ચાંદીમાં નીચલા સ્તરેથી 5100 રૂપિયા સુધીની તીવ્ર તેજી જોવા મળી હતી, જ્યારે સોનાના ભાવમાં પણ નીચલા મથાળેથી 1780 રૂપિયાનો મજબૂત સુધારો નોંધાયો હતો.

ચાંદીમાં નીચલા મથાળેથી 5100 રૂપિયાની છલાંગ

જાહેરાત

એમસીએક્સ (MCX) ખાતે ચાંદીના વાયદા બજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. 1,79,698 ના અગાઉના બંધ સામે આજે ચાંદી 1,79,888 ની સપાટીએ ખુલી હતી. જોકે, શરૂઆતી વેચવાલીના દબાણમાં તે ઘટીને 1,77,600ના તળિયે પહોંચી ગઈ હતી તળિયાની સપાટીથી માર્કેટમાં અચાનક શાનદાર ખરીદી આવતા ચાંદી 1,77,600 ના લો પોઈન્ટથી સીધી 5100 રૂપિયા ઉછળીને 1,82,700 ની સર્વોચ્ચ ટોચે પહોંચી ગઈ હતી.

સોનામાં પણ તળિયેથી 1780 રૂપિયાનો બાઉન્સ બેક

સોનાના ભાવમાં પણ આજે શરૂઆતી નરમ વલણ બાદ નીચલા મથાળેથી સંગીન રિકવરી નોંધાઈ હતી. 1,39,452 ના જૂના ક્લોઝિંગ સામે સોનું આજે 1,39,408 ની સપાટીએ ખુલ્યા બાદ તૂટીને 1,39,177 ના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. નીચલા ભાવેથી તીવ્ર સપોર્ટ મળતા સોનામાં 1780 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને ભાવ વધીને 1,40,957ની દિવસની ઉચ્ચતમ સપાટીએ સ્પર્શ્યા હતા. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને જિયોપોલિટિકલ હલચલ વચ્ચે રોકાણકારો માટે સુરક્ષિત માનવામાં આવતી કીમતી ધાતુઓમાં નીચલા મથાળે ખરીદીનો નવો દોર શરૂ થયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત