Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Trump's threat to Iran, AAP MLA Chaitar Vasava sentenced to 7 years, major reshuffle in Congress organization

EVENING BULLETIN: ટ્રમ્પની ઈરાનને ધમકી, AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા, કોંગ્રેસ સંગઠનમાં થશે મોટો ફેરબદલ

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ટ્રમ્પની ઈરાનને ધમકી

App Store

વચગાળાના કરારના ગણતરીના દિવસોમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મોટી ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન શરતોનું પાલન નહીં કરે, તો વોશિંગ્ટન દેશહિતમાં કડક જવાબી કાર્યવાહી કરશે.

શિંદેની જાહેરાતથી ફડણવીસનું ટેન્શન વધ્યું!

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથના 6 સાંસદોને પોતાની પાર્ટીમાં સામેલ કરી એકનાથ શિંદેએ મોટી શક્તિ પ્રદર્શિત કરી છે. પરંતુ, આ તમામની ટિકિટ એડવાન્સમાં કન્ફર્મ કરી શિંદેએ ભાજપ અને ગઠબંધન માટે મોટો પડકાર ઊભો કર્યો છે.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના જંગલ ખાતાની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેસન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 8 લોકોને દોષિત જાહેર કર્યા છે.

 અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા

પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ સરકારે પરત ખેંચ્યા છે. સુરતની કોર્ટે વર્ષ 2018ના વરાછા ટ્રાફિક જામના કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના તમામ અગ્રણીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટો ફેરબદલ

આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શન મોડમાં છે. સૂત્રોના મતે, ટૂંક સમયમાં 4 મહાસચિવો, 26 રાષ્ટ્રીય સચિવો અને કેટલાક રાજ્યોના પ્રદેશ પ્રમુખો તેમજ પ્રભારીઓ બદલાશે.

ભારત પર અલ નીનોનું સંકટ

નાસાના સેટેલાઇટ ડેટા મુજબ, પ્રશાંત મહાસાગરમાં શક્તિશાળી 'અલ નીનો' સક્રિય થઈ રહ્યો છે. સમુદ્રની સપાટી પર ગરમ પાણી જમા થતાં આગામી સમયમાં ભારત પર મોટું હવામાન સંકટ મંડરાઈ શકે છે.

 કોંગ્રેસની બહુમતી છતાં ભાજપના ઉમેદવાર જીત્યા!

અરવલ્લીની ભિલોડા તાલુકા પંચાયતમાં માઇક ન હોવાથી અવાજ ન સંભળાતા, કોંગ્રેસના સભ્યોએ અજાણતામાં ભાજપના ઉમેદવારની તરફેણમાં હાથ ઊંચા કરી દીધા! આ છબરડા બાદ કોંગ્રેસે બેઠક મોકૂફ રાખવા માંગ કરી છે.

પોલીસની ગાડી પાછળ રીલ બનાવી, કાયદાની મજાક ઉડાવી!

નવસારીમાં રાત્રે પોલીસ PCR વાનની પાછળ કાર દોડાવી 'પોલીસ અમને પ્રોટેક્શન આપે છે' કહી ડાયલોગબાજી કરતા યુવાનોનો વીડિયો વાયરલ થયો છે. પોલીસની ગરિમા લજવતા યુવાનો સામે કડક પગલાંની માંગ ઉઠી છે.

ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમાના રેકેટનો પર્દાફાશ

અમદાવાદ ગ્રામ્ય SOGએ ચાંગોદર વિસ્તારમાંથી નકલી બ્લડ પ્લાઝમા સપ્લાય કરવાના એક  મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકી ફાર્મા કંપનીઓમાં સપ્લાય થતા અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરી, તેમાં ભેળસેળ કરીને નકલી પ્લાઝમા સપ્લાય કરતી હતી. પોલીસે આ ગુનાના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.