Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Trump's big threat to Iran, El Nino's reversal, the lion took the child from the falling stairs!

VIDEO: AFTERNOON BULLETIN/ હત્યાના ડર વચ્ચે ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી, અલ નીનોનો પલટવાર, હવામાન વિભાગની મોટી ચેતવણી, ગિરનાર સીડી પરથી બાળકને સિંહ ઉઠાવી ગયો!

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હત્યાના ડર વચ્ચે ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી!

App Store

ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો! તેમણે કહ્યું, 'જો ઈરાન મારી હત્યા કરશે, તો તેના પર બોમ્બ મારી નકશામાંથી મિટાવી દેવાશે.' ઈઝરાયેલની ચેતવણી મુજબ ટ્રમ્પ ઈરાનની 'કિલ લિસ્ટ'માં ટોપ પર છે, જ્યારે તેમના પર હુમલાનું કાવતરું ઘડનારા ૮ આતંકીઓ ઝડપાયા છે!

બહામાસમાં ભયાનક પ્લેન ક્રેશ! 10 લોકોના મોત

સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે બહામાસમાં સર્જાયો ભયાનક પ્લેન ક્રેશ! સેસ્ના 402 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર તમામ 10 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ મોટી દુર્ઘટના બાદ બહામાસ સરકારે 'ફ્લેમિંગો એર'ની તમામ ફ્લાઇટ્સ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકીને હાઈલેવલ તપાસના આદેશ આપ્યા છે.

અમરનાથમાં શિવલિંગ પીગળી જતાં ભક્તો નિરાશ!

અમરનાથ યાત્રા શરૂ થયાના માત્ર એક જ સપ્તાહમાં બાબા બર્ફાનીનું શિવલિંગ સંપૂર્ણ પીગળી ગયું છે! ક્લાઈમેટ ચેન્જ અને અતિશય ભીડના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું જમ્મુ-કાશ્મીર સરકારે સ્વીકાર્યું છે. 57 દિવસ ચાલનારી આ યાત્રામાં હવે શ્રદ્ધાળુઓએ માત્ર પવિત્ર ગુફાના જ દર્શન કરવા પડશે.

અલ નીનોનો પલટવાર, હવામાન વિભાગની મોટી ચેતવણી! 

ધમાકેદાર એન્ટ્રી બાદ હવે ચોમાસું નબળું પડવાની હવામાન વિભાગે મોટી ચેતવણી આપી છે! 10થી 15 જુલાઈ દરમિયાન દેશના મધ્ય અને પશ્ચિમ ભાગોમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. પ્રશાંત મહાસાગરમાં સક્રિય 'અલ નીનો'ના કારણે વરસાદ ખેંચાવાની આશંકા છે, જે ખરીફ પાકની વાવણી કરનારા ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

ગિરનાર સીડી પરથી બાળકને સિંહ ઉઠાવી ગયો! 

ગિરનારના ઇતિહાસમાં પ્રથમ વખત ગંભીર ઘટના બની છે! સીડી પરથી હિંસક સિંહ યાત્રિક બાળકને ખેંચી ગયો અને તેને ફાડી ખાધો. ખેડા જિલ્લાના આ બાળકના મોતથી ભારે ભયનો માહોલ છે. વન વિભાગે સિંહને પકડવા માટે મેગા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે અને યાત્રિકો માટે ગિરનાર ચઢવા પર હાલ પ્રતિબંધ મૂકાયો છે.

ધોળકામાં ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું! 

ધોળકામાં રથયાત્રા પૂર્વે ભક્તિમય માહોલ બન્યો! ઐતિહાસિક ચાર શેરીના શ્રીકૃષ્ણ મંદિરે ભગવાનનો ભવ્ય મામેરું મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. શિવજી મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયું હતું, જ્યારે હવે 16 તારીખે યોજાનારી રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ છે.

અસાણામાં વૃદ્ધની હત્યા, ગામમાં ચકચાર!
 
બનાસકાંઠાના ભાભરના અસાણા ગામે સામાન્ય બોલાચાલીમાં વૃદ્ધની કરપીણ હત્યા કરાઈ છે. તખાજી ઠાકોર નામના વૃદ્ધ પર જીવલેણ હુમલો કરાતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. હત્યા કર્યા બાદ આરોપી પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો છે, જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણ પાલિકાની બેઠકમાં વિવાદ!

પાટણ નગરપાલિકાની પ્રથમ કારોબારી બેઠકમાં જ મોટો વિવાદ સર્જાયો છે! બેઠકમાં સાંસદના અંગત સચિવ હાજર રહેતા શાસક પક્ષના જ સભ્યોએ ભારે નારાજગી વ્યક્ત કરી. એજન્ડાના 25 કામો મંજૂર કરાયા, પરંતુ વધારાના 28 કામો મુકાતા સભ્યોએ વિરોધ કરી તેને મોકૂફ રખાવ્યા હતા.