NEWS @ AFTERNOON: અમેરિકામાં ભારતીયોની ધરપકડ, વેદાંત ગ્રુપ પર EDના દરોડા, કોંગ્રેસની બેઠકમાં હોબાળો
1. અમેરિકામાં 'ઓપરેશન ચેકમેટ': 30 ભારતીય ડ્રાઈવરોની ધરપકડ
"અમેરિકાના એરિઝોનામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. યુએસ બોર્ડર પેટ્રોલિંગે 'ઓપરેશન ચેકમેટ' હેઠળ 52 લોકોની ધરપકડ કરી છે, જેમાં 30 ભારતીય ટ્રક ડ્રાઈવરો શામેલ છે, જેમને ટૂંક સમયમાં જ દેશનિકાલ કરાશે."
2. મમતા બેનરજીની મુશ્કેલી વધી, બંગાળમાં 'મહારાષ્ટ્ર મોડલ'ની ચર્ચા
"પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ હવે મમતા બેનરજીની પાર્ટી TMCમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. ધારાસભ્યોની નારાજગી વચ્ચે બંગાળના રાજકારણમાં હવે 'મહારાષ્ટ્ર મોડલ' જેવો મોટો ઉલટફેર થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે."
3. અનિલ અગ્રવાલની મુશ્કેલીમાં વધારો, વેદાંત ગ્રુપ પર EDની તવાઈ
"માઈનિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંત ગ્રુપ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ સકંજો કસ્યો છે. ફેમા (FEMA) એટલે કે ફોરેન એક્સચેન્જ વાયોલેશન કેસમાં EDની ટીમે મંગળવારે મુંબઈ અને દિલ્હીમાં વેદાંતના વિવિધ ઠેકાણા પર દરોડા પાડ્યા છે."
4. ગુજરાતમાં સાયબર ગુનેગારોની ખેર નહીં, 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' શરૂ
"રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડી ડામવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી. આજથી સાયબર ક્રિમિનલ્સ સામે 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' લોન્ચ કરીને વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે."
5. મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IBના અધિકારીઓ ઘૂસતા હોબાળો
"સ્થાનિક ચૂંટણીમાં હાર બાદ મહેસાણા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના બે કર્મચારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો થયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલી કોંગ્રેસે ટોણો માર્યો કે 'પોલીસ હવે કેસરી ખેસ પહેરી લે'."
6. દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ પર દરિયામાં નાહવા પર પ્રતિબંધ
"જો તમે દ્વારકાના બ્લ્યુ ફ્લેગ શિવરાજપુર બીચ પર જવાનું વિચારી રહ્યા છો, તો ચેતી જજો. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુરક્ષા માટે તંત્રએ આગામી 30મી જુલાઈ સુધી દરિયામાં નાહવા અને સ્વિમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે."
7. ગુજરાતના 150 તાલુકાઓમાં વાતાવરણ પલટાયું, પ્રી-મોન્સૂન વરસાદ
"ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વ્યાપક પ્રી-મોન્સૂન વરસાદ નોંધાયો છે. અમદાવાદ, સુરત સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અંદાજે 150 જેટલા તાલુકાઓમાં વરસાદી માહોલ જામતા લોકોને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી છે."

