NEWS@ AFTERNOON: કુવૈત પર ઈરાનનો મિસાઈલ એટેક, કેદારનાથમાં ચારધામ યાત્રા અટકાવાઈ, વિરમગામમાં ડિમોલિશન
1. કુવૈત પર ઈરાનનો મિસાઈલ એટેક!
મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારની વહેલી સવારે ઈરાને કુવૈત પર અચાનક મિસાઈલો અને ડ્રોન વડે મોટો હુમલો કરી દીધો છે. અણધાર્યા હુમલા બાદ કુવૈત અને અમેરિકાએ વળતી કાર્યવાહી શરૂ કરી છે.
2. કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો!
નવા મહિનાની શરૂઆતમાં જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 42 રૂપિયા અને 5 કિલોના સિલિન્ડરમાં 11 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. જોકે, ઘરેલુ વપરાશના ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.
3. કટકની ડેઈલી માર્કેટમાં ભીષણ આગથી અફરાતફરી!
ઓડિશાના કટકના લિંક રોડ ડેઈલી માર્કેટમાં વહેલી સવારે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. ગીચ વિસ્તારના કારણે ફાયર ફાઈટર્સને મુશ્કેલી પડી રહી છે, જ્યારે આગના કારણે મોટા પાયે આર્થિક નુકસાન થવાની ભીતિ છે.
4. કેદારનાથમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા અટકાવાઈ!
માત્ર 40 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચતા જોશીમઠ પર 20 કિલોમીટર લાંબી લાઇન લાગી છે. આ દરમિયાન ભારે વરસાદ શરૂ થતાં યાત્રા રોકી દેવાઈ છે અને ચંપાવતમાં ફસાયેલા 50 લોકોનું રેસ્ક્યુ કરાયું છે.
5. વિરમગામમાં સરકારી જમીન પરના દબાણો તોડી પડાયા!
વિરમગામ-સુરેન્દ્રનગર ચાર-માર્ગીય હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. વિરમગામ હાઈવે પર ભારે સુરક્ષા વચ્ચે સરકારી અને ખાનગી મળીને લગભગ 4,000 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરાયા છે.
6. સિંહોના ગંભીર રોગ માટે વન નહીં, પણ રેવન્યુ વિસ્તાર ઘાતક પૂરવાર
ગીર સેન્ચ્યુરી બહાર સિંહોના મોત મુદ્દે વનમંત્રીએ એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. વનમંત્રીએ સ્વીકાર્યું કે જંગલ ટૂંકું પડતા સિંહો રેવન્યુ વિસ્તારમાં રહેવા મજબૂર છે અને આ જ વિસ્તાર સિંહોના ગંભીર રોગનું કારણ બન્યો છે.
7. ગુજરાત ટાઈટન્સની ટીમ બસમાં ટેકનિકલ ખામીથી આગ
IPL 2026ની ફાઇનલમાં હાર બાદ હોટલ પરત ફરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ બસમાં અચાનક ટેકનિકલ ખામીથી આગ લાગી હતી. જોકે, સમયસર કેપ્ટન ગિલ અને સપોર્ટ સ્ટાફ સહિત તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.
આજના દિવસનો ઈતિહાસ
દર વર્ષે 1 જૂને વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા 2001થી આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે ભારત માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે."
આજનું પંચાંગ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
આજનો સુવિચાર
"મહેનતનું ફળ મીઠું હોય છે, અને સતત પ્રયત્ન સફળતાની ચાવી છે."

